નવસારી/ ગણદેવીમાં પિતા-પુત્રીએ અંબિકા નદીમાં ઝંપલાવી ટૂંકાવ્યું જીવન

ગણદેવી માર્ગ પર સોનવાડી નજીક પિતા-પુત્રીએ અંબિકામાં ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે. નવાગામ ગામના કેયુર પટેલ પોતાની દીકરી વિહાનાને લઈ નદીમાં કુદ્યા હતો.

Gujarat Others
ગણદેવી
  • નવસારીના ગણદેવીમાં પિતા પુત્રીનો આપઘાત
  • સોનવાડી બ્રીજ પરથી પિતાએ પુત્રી સાથે કર્યો આપઘાત
  • ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
  • પિતાનો મૃતદેહ મળ્યો, બાળકીની શોધખોળ ચાલુ
  • પિતાના મૃતદેહને ગણદેવી સિવિલ ખાતે ખસેડાયો

ગુજરાતમાં દિનપ્રતિ દિન આપઘાતની ઘટનામાં વાંધો જોવા મળી રહ્યો છે. સુરત બાદ હવે નવસારીમાં પિતા પુત્રીએ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે. જણાવીએ કે, ગણદેવી માર્ગ પર સોનવાડી નજીક પિતા-પુત્રીએ અંબિકા નદીમાં ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે. નવાગામ ગામના કેયુર પટેલ પોતાની દીકરી વિહાનાને લઈ નદીમાં કુદ્યા હતો. કેયુરની બાઈક અને પિતા-પુત્રીના ચપ્પલ અંબિકા નદીના કિનારે મળ્યા છે. ઘટનાની જાણ થતા ગણદેવી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જણાવીએ કે પિતાનો મૃતદેહ મળ્યો છે જ્યારે,  બાળકીની શોધખોળ ચાલુ છે.

આ પણ વાંચો :આમલી ડેમમાંથી મળ્યા વધુ ત્રણ મૃતદેહ, હજુ એકની શોધખોળ શરૂ

સુરતમાં પિતાએ ઠપકો આપતા કિશોરીનો આપઘાત 

આપને જણાવી દઈએ કે, સુરતમાં પિતાએ ઉત્તરાયણમાં બહાર જવાનો ઇનકાર કરતા સગીરાએ આત્મહત્યા કરી લીધાની ઘટના બની છે.  મળતી જાણકારી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારના કૈલાશનગરમા ધોરણ 10માં અભ્યાસ કરતી 14 વર્ષીય પુત્રીએ પિતા સમક્ષ બહેનપણી સાથે ફરવા જવાની જીદ કરી હતી. જોકે, પિતાએ બહેનપણી સાથે ફરવા જવા દેવાની સ્પષ્ટ ના પાડતા સગીરાને માઠુ લાગ્યુ હતું અને તેણે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચો : પોરબંદરમાં બે જૂથ હિંસક અથડામણ, ફાયરિંગમાં બે લોકોના મોત

મૃતકના પિતાનું કહેવું છે કે પરિવાર બપોરનું ભોજન લઈ ઘર બહાર બેસવા ગયો અને પુત્રીએ 10 મિનિટના સમયગાળામાં જ રૂમમાં જઈ આપઘાત કરી લીધો. પિતાનું કહેવું હતું કે કોરોના સંક્રમણ અને પતંગના દોરાને લઈ કોઈ અનહોની ન થાય એ માટે ઘરમાં જ રહી ઉત્તરાયણની ઉજવણી કરવાનુ તેમની દીકરીને કહ્યુ હતું પરંતુ તેને ખોટું લાગી જતા તેણે આત્મહત્યા કરી હતી. મૃતકના પિતાનું કહેવું છે કે પરિવાર બપોરનું ભોજન લઈ ઘર બહાર બેસવા ગયો અને પુત્રીએ 10 મિનિટના સમયગાળામાં જ રૂમમાં જઈ આપઘાત કરી લીધો હતો. મૃતક ત્રણ સંતાનોમાં સૌથી નાની દીકરી હતી.

આ પણ વાંચો :ઉત્તરાયણની રાતે ગામડી ચોકડી પાસે હિટ એન્ડ રનમાં પતિ-પત્નીનું મોત

આ પણ વાંચો :અતુલ સ્ટેશના રેલ્વે ટ્રેક પર રાજધાની એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયાસ, જાણો શું છે સમગ્ર

આ પણ વાંચો :રાજ્યમાં કોરોના વિસ્ફોટ, 10 હજારથી વધુ કેસ નોંધાયા