Not Set/ ગુજરાતમાં હવે વરસાદ ખમૈયા કરે તે જરૂરી, નહીં તો….

ગુજરાતમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 41 ઇંચ કરતાં વધુ થયો છે. પરિણામે ચોમાસુ ખરીફ પાક માટે લાભદાયી પુરવાર થવાની આશા છે. જ્યારે વાવેતરની દ્રષ્ટિએ પણ ગુજરાતમાં સો ટકા કરતા વધુ વાવેતર સંપન્ન થતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. પરંતુ હવે વરસાદ ખમૈયા કરે તે જરૂરી છે. જુઓ વરસાદ અને વાવેતર અંગે મંતવ્ય ન્યૂઝનો આ અહેવાલ… ગુજરાતમાં […]

Top Stories Gujarat
VARSAD 3 ગુજરાતમાં હવે વરસાદ ખમૈયા કરે તે જરૂરી, નહીં તો....

ગુજરાતમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 41 ઇંચ કરતાં વધુ થયો છે. પરિણામે ચોમાસુ ખરીફ પાક માટે લાભદાયી પુરવાર થવાની આશા છે. જ્યારે વાવેતરની દ્રષ્ટિએ પણ ગુજરાતમાં સો ટકા કરતા વધુ વાવેતર સંપન્ન થતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. પરંતુ હવે વરસાદ ખમૈયા કરે તે જરૂરી છે. જુઓ વરસાદ અને વાવેતર અંગે મંતવ્ય ન્યૂઝનો આ અહેવાલ…

વરસાદ ગુજરાતમાં હવે વરસાદ ખમૈયા કરે તે જરૂરી, નહીં તો....

ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરતા મહેર કરી છે.  આ વર્ષે સીઝનનો સરેરાશ 41 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.  જે સરેરાશ વરસાદ કરતા 7 ઇંચ વધારે છે. ખરીફ પાક માટે પણ ચોમાસુ લાભદાયી પુરવાર થઇ શકે છે. રાજ્યમાં 87 લાખ હેક્ટર કરતા વધુ વાવેતર વિસ્તાર છે. જે પૈકી આજની સ્થિતિએ તમામ વાવેતર વિસ્તારમાં વાવેતર સંપન્ન થયું છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે વાવેતર વિસ્તારમાં 3.43 લાખ હેક્ટરનો વધારો થયો છે.

ગત વર્ષે 81.86 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. જે આ વર્ષે આજની સ્થિતિએ 85.29 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. પરિણામે ખરીફ પાક મહદઅંશે મગફળી,સોયાબીન,તલ,બાજરી અને કઠોળ સહિતના પાકને ફાયદો થવાના ઉજળા સંજોગો છે. જો કે આગામી બે-ત્રણ દિવસમાં વરસાદ વિરામ લેશે તો ખેડૂતો માટે ચોમાસુ લાભદાયી પુરવાર થશે.

વરસાદ અને વાવેતરની સ્થિતિ (હેડર)

ઝોન                                       વરસાદ ટકામાં                    વાવેતર (લાખ હેક્ટર)

ઉત્તર ઝોન                            096.25                                  017.45

મધ્ય ગુજરાત                      117.49                                   16.58

સૌરાષ્ટ્ર                                  124.51                                   37.78

દ.ગુજરાત                            137.41                                   07.24

કચ્છ                                       144.31                                   6.22

વરસાદ 1 ગુજરાતમાં હવે વરસાદ ખમૈયા કરે તે જરૂરી, નહીં તો....

 

મહત્વની વાત એછેકે… સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં 144 ટકાને આંબી ગયો છે. પરંતુ વાવેતર માત્ર 6.22 લાખ હેક્ટર વિસ્તારમાં સૌથી ઓછું રહ્યું છે. હવે વરસાદ વિરામ લેશે તો ખરીફ પાક મગફળી સોયાબીન, બાજરી,તલ, કઠોળને ફાયદો થશે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વધુ વરસશે તો, ખેડૂતોના પાકને નુક્સાન થવાની વિશેષ સંભાવના છે. ત્યારે હવે વરસાદ વિરામ લે તેવી આશા જ ધરતીપુત્રો રાખી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.