'Love Jihad' Act/ ગુજરાતમાં UP અને MP ની જેમ લવ-જેહાદ વિરોધી કાયદો બનશે અમલી ?,અભ્યાસ માટે આદેશ

દેશમાં વસતા અમુક લઘુમતીઓ દ્વારા જે રીતે હિન્દુ દીકરીઓને ફસાવી અને લગ્નની લાલચ આપીને ધર્માંતરણ કરવામાં આવી રહ્યા છે તે જોતાઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ જેહાદ વિરોધી

Top Stories Gujarat
1

દેશમાં વસતા અમુક લઘુમતીઓ દ્વારા જે રીતે હિન્દુ દીકરીઓને ફસાવી અને લગ્નની લાલચ આપીને ધર્માંતરણ કરવામાં આવી રહ્યા છે તે જોતાઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ જેહાદ વિરોધી કાયદો લાવવાનું સરકાર વિચારી રહી છે. રાજ્ય સરકારના નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ દેશના યુપી અને મધ્યપ્રદેશની જેમ અલગથી લવ જેહાદ કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. જે અંતર્ગત એવા વ્યક્તિઓ જેઓ લગ્ન અથવા પ્રેમના નામે સામેના પાત્રને દબાણ કરીને ધર્મ પરિવર્તન માટે પ્રયાસ કરે છે તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવશે.

Madhya Pradesh To Table Bill Against 'love Jihad' In Next Assembly Session;  5 Years In Jail For Violators

arrested / પાકિસ્તાનમાં હિન્દુ મંદિરમાં હુમલો અને તોડફોડ કરનાર કુલ 55ની…

રાજ્ય સરકારે આ મામલે જુદા જુદા વિભાગો જેમ કે ગૃહ વિભાગ, કાયદા વિભાગ અને વિધાનસભા બાબતોના વિભાગને યુપી અને મધ્ય પ્રદેશની સરકારો દ્વારા લાગુ કરવામાં આવેલ લવ જેહાદ વિરોધી કાયદાનો અભ્યાસ કરવા અને તેની કાયદેસરતા તપાસવા માટે જણાવ્યું છે.રાજ્ય સરકારના સૂત્રોએ કહ્યું કે આ દરમિયાન નવો કાયદો વિધાનસભામાં પસાર થાય તે પહેલા રાજ્ય સરકાર ઓર્ડિનન્સ એટલે કે અધ્યાદેશ દ્વારા આ કાયદાને લાગુ કરવા અંગે પણ વિચારી રહી છે.

Love Jihad or Irrational Brutality? Decoding Love Jihad/Romeo Jihad

India’s first corona vaccine / દેશમાં રસીકરણ માટે આજે ફેસલો, કોવિશિલ્ડ અથવા કોવેક્સિન અંતિમ…

કાયદા નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ 2003 અંતર્ગત દબાણ, લાલચ કે પછી છેતરપીંડી દ્વારા કોઈ વ્યક્તિનું ધર્મ પરિવર્તન કરાવવું કાયદા હેઠ પ્રતિબંધિત છે. જોકે રાજ્ય સરકારે હવે નવા કાયદાને લાવીને લવ જેહાદ મામલે કાયદેસર પગલા ભરવા માગે છે અથવા તો તાજેતરમાં રહેલા કાયદામાં લવ જેહાદનો દ્રષ્ટિકોણ ઉમેરીને તેને વધુ મજબૂત કરવા માગે છે.2003ના કાયદા મુજબ નાગરિક ધર્મ પરિવર્તન માટે પહેલા જિલ્લા ઓથોરિટી પાસે અરજી કરીને મંજૂરી માગી શકે છે. આ કાયદા અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિ દબાણ હેઠળ ધર્મ પરિવર્તન કરાવતો જણાય તો તેને 3 વર્ષની જેલ અને રુ. 50,000 સુધીનો દંડ થઈ શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…