ભાવવધારો/ ગુજરાતમાં આજ પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર,મોંઘવારીનો સાપ હવે સામાન્ય જનતાને મારી રહ્યો છે ડંખ

રાજય માં  પેટ્રોલ અને ડીઝલનો ભાવ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે . વધતી જતી મોંઘવારીના લીધે સામાન્ય જનતા ને નુકશાન વેઠવા…..

Business
a 10 ગુજરાતમાં આજ પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર,મોંઘવારીનો સાપ હવે સામાન્ય જનતાને મારી રહ્યો છે ડંખ

રાજય માં  પેટ્રોલ અને ડીઝલનો ભાવ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે . વધતી જતી મોંઘવારીના લીધે સામાન્ય જનતા ને નુકશાન વેઠવાનો વારો આવી રહ્યો છે  . જેમાં આજે ફરી પેટ્રોલની કિંમતમાં ભાવ વધારો થયો છે. રાજ્યમાં આજે પેટ્રોલની કિંમતમાં ફરી ભાવ વધારો થયો છે. પેટ્રોલની કિંમતમાં આજે પ્રતિ લિટરે 29 પૈસાનો વધારો થયો છે. અને સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે રાજ્યમાં ભાવનગર શહેરમાં નવા ભાવ વધારા સાથે પેટ્રોલની કિંમત  પ્રતિ લિટરે 100 રૂપિયાને પાર થઈ ગઈ છે. નવા ભાવ વધારા સાથે ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.22 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.38 રૂપિયા પર પહોંચી ગઈ છે.

મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.65 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 96.81 રૂપિયા પર પહોંચી ગઈ છે.ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 98.85 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત 97.01 રૂપિયા પર પહોંચી ગઈ છે.રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.42 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 96.61 રૂપિયા પર પહોંચી ગઈ છે.વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.32 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 96.48 રૂપિયા પર પહોંચી ગઈ છે.સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.66 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 96.85 રૂપિયા પર પહોંચી ગઈ છે.