Corona Virus/ ભારતમાં કોવિડ-19 કેસમાં 23.5 ટકાનો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં 16,159 નવા કેસ

બુધવારે સવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના ચેપના 16,159 નવા કેસ નોંધાયા છે. આ 24 કલાક દરમિયાન 28 લોકોના કોરોનાથી મોત થયા છે. દેશમાં કોવિડના દૈનિક કેસોમાં 23.5 ટકાનો ઉછાળો આવ્યો છે. આ દરમિયાન 15,394 દર્દીઓ સંક્રમણમાંથી મુક્ત થઈને સ્વસ્થ થયા છે. દેશમાં કોવિડથી સંક્રમિત થયા બાદ અત્યાર સુધીમાં કુલ 4,29,07,327 દર્દીઓ […]

Top Stories India
India

બુધવારે સવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના ચેપના 16,159 નવા કેસ નોંધાયા છે. આ 24 કલાક દરમિયાન 28 લોકોના કોરોનાથી મોત થયા છે. દેશમાં કોવિડના દૈનિક કેસોમાં 23.5 ટકાનો ઉછાળો આવ્યો છે. આ દરમિયાન 15,394 દર્દીઓ સંક્રમણમાંથી મુક્ત થઈને સ્વસ્થ થયા છે. દેશમાં કોવિડથી સંક્રમિત થયા બાદ અત્યાર સુધીમાં કુલ 4,29,07,327 દર્દીઓ સ્વસ્થ થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી છે.

મંગળવારે દેશમાં કોરોનાના 13,086 નવા કેસ નોંધાયા હતા અને આ સમયગાળા દરમિયાન 19 લોકોના મોત થયા હતા. ભારતમાં હાલમાં 1,15,212 સક્રિય કેસ છે, જે કુલ કેસના 0.26 ટકા છે. વર્તમાન રિકવરી રેટ 98.53 ટકા છે. કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 5,25,270 લોકોના મોત થયા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં રસીના 9,95,810 ડોઝ આપવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે અત્યાર સુધીમાં કુલ 1,98.20,86,763 કરોડ રસીના ડોઝ લાગુ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હાઈ એલર્ટ, ભારે વરસાદની ચેતવણી