terrorists/ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો વધુ એક નિશાનો, કાશ્મીરી પંડિતની ગોળી મારી હત્યા

મળતી માહિતી મુજબ બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારમાં ગુરુવારે શંકાસ્પદ આતંકવાદીઓએ સરકારી કર્મચારી રાહુલ ભટને તેની ઓફિસમાં ઘૂસીને ગોળી મારી…

Top Stories India
કાશ્મીરી પંડિતની હત્યા

કાશ્મીરી પંડિતની હત્યા: જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લક્ષ્યાંકિત હુમલાની આ બીજી ઘટના હોવાનું મનાય છે. મળતી માહિતી મુજબ બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારમાં ગુરુવારે શંકાસ્પદ આતંકવાદીઓએ સરકારી કર્મચારી રાહુલ ભટને તેની ઓફિસમાં ઘૂસીને ગોળી મારીને ઘાયલ કરી દીધા હતા. અધિકારીઓએ જણાવ્યું કે બંદૂકધારીઓ ચદૂરા વિસ્તારમાં સ્થિત તહેસીલ ઓફિસમાં ઘૂસી ગયા અને કારકુન રાહુલને ગોળી મારી દીધી. કાશ્મીરી પંડિત રાહુલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બાદમાં તેમનું મૃત્યુ થયું હતું.

કાશ્મીર ઝોન પોલીસે એક ટ્વિટમાં લખ્યું છે કે, ‘આતંકવાદીઓએ ચંદુરાની તહેસીલદાર ઓફિસ, બડગામમાં રાહુલ ભટ નામના લઘુમતી સમુદાયના કર્મચારીને ગોળી મારી દીધી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં હાલના દિવસોમાં આતંકવાદીઓ લઘુમતી સમુદાયો અને કાશ્મીરી પંડિતો સહિત પ્રવાસી મજૂરોને નિશાન બનાવી રહ્યા છે. સૈન્ય અધિકારીઓએ તાજેતરમાં જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ઓછામાં ઓછા 168 આતંકવાદીઓ સક્રિય છે જ્યારે આ વર્ષે એન્કાઉન્ટરમાં 75 આતંકવાદીઓ માર્યા ગયા છે. માહિતી અનુસાર તેમણે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી 21 વિદેશી હતા. તેમણે કહ્યું કે છેલ્લા 11 મહિનામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર એન્કાઉન્ટરમાં આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને ઘૂસણખોરીના 12 પ્રયાસોને નિષ્ફળ કરવામાં આવ્યા છે. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, બાકીના લગભગ 168 આતંકવાદીઓ કાં તો આત્મસમર્પણ ન કરે અથવા માર્યા ન જાય ત્યાં સુધી સઘન ઓપરેશન સંપૂર્ણ શક્તિમાં ચાલુ રહેશે.

આ પણ વાંચો: UP Madrasas/ યોગી સરકારનો મોટો નિર્ણય, મદરેસાઓ પર રાષ્ટ્રગીત ફરજીયાત

આ પણ વાંચો:  Money laundering Case/ IAS પૂજા સિંઘલ ઝારખંડ સરકાર દ્વારા સસ્પેન્ડ, કર્મચારી વિભાગે જાહેરનામું બહાર પાડ્યું