Not Set/ કેરળમાં થર્ડ વેવની એન્ટ્રીથી ફફડાટ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 45,800 કેસો નોંધાયા

લાંબા સમયબાદ કોરોનાના નવા કેસોની સરખામણીમાં કોરોનાની રિકવરીના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રિકવરીના કેસો 44,500 કેસો નોંધાયા છે. 

Top Stories
corona 111 1 કેરળમાં થર્ડ વેવની એન્ટ્રીથી ફફડાટ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 45,800 કેસો નોંધાયા

ભારતમાં કોરોનાના નવા કેસોમાં ક્રમશ ઘટાડો થઇ રહ્યો છે પરતું કેરળમાં કોરોનાની થર્ડ વેવની એન્ટ્રીથી ફફડાટ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણના નવા કેસો હાલ દેશમાં ઘટી રહ્યા છે પરતું કેરળમાં સ્થિતિ સ્ફોટક જોવા મળી રહી છે,કોરોનાની ત્રીજી લહેરે દસ્તક આપી દીધી છે .કોરોનાના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે કોરોનાથી બચવા માટે તકેદારીના પગલાં અનિવાર્ય છે. અને વેક્સિનેશન જ એકમાત્ર વિકલ્પ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા કોરોનાના 45,800 કેસો નોંધાયા છે.

corona 222 કેરળમાં થર્ડ વેવની એન્ટ્રીથી ફફડાટ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 45,800 કેસો નોંધાયાદેશભરના રાજ્યોમાં કોરનાની સ્થિતિ સામાન્ય બની રહી છે ત્યારે કેરળમાં થર્ડ વેવની એન્ટ્રીએ ચિંતામાં વધારો કર્યો છે, ભારતમાં કોરોનાના કેસોમાં નોધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે દેશમાં કોરોનાને લઇને સ્થિતિ સામાન્ય બની રહી છે તે સારી વાત છે પરતું લોકો હજીપણ કોરોનાની ગાઇડલાઇનનો પાલન કરતા નથી અને કોરોનાને ગંભીરતાથી લેતા નથી

કેરળમાં થર્ડ વેવની એન્ટ્રીથી ફફડાટ
24 કલાકમાં જ 15,600 નવા કેસ
દેશમાં 24 કલાકમાં 45,800 કેસ
સમગ્ર દેશના ત્રીજા ભાગના કેસ કેરળમાં
લાંબા સમય બાદ રિકવરીમાં ઘટાડો
નવા કેસ કરતાં રિકવરી ઓછી નોંધાઈ
24 કલાકમાં 44,500 થયા રિકવર
24 કલાકમાં 19 લાખથી વધુ ટેસ્ટિંગ

નિષ્ણાતોના મતે હજી થર્ડ વેવ આવવાની છે ,અને હાલ કેરળમાં સ્થિતિ કોરોનાને લઇને સારી નથી,છેલ્લા 24 કલાકમાં ભારતમાં 45,800 કેસ નોંધાયા છે. જ્યારે એકલા કેરળમાં જ ભારતના ત્રીજા ભાગના કેસો નોંધાયા છે.ઘણા લાંબા સમયબાદ કોરોનાના નવા કેસોની સરખામણીમાં કોરોનાની રિકવરીના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રિકવરીના કેસો 44,500 કેસો નોંધાયા છે.

કેન્દ્ર સરકાર હાલ વેક્સિનેશન અભિયાન પર ફોકસ કરી રહી છે હવે દેશમાં કોરનાની થર્ડ વેવ સામે  લડત માટે અગમચેતી પગંલા ભરી શકાય,છેલ્લા 24 કલાકમાં ભારતમાં 19 લાખથી વધુ ટેસ્ટિંગ થયા છે. હાલ સરકાર કોરનાને કાબુમાં લેવા માટે વેક્સિનેશન અભિયાનના કામે લાગી છે.