અંબાજી/ મહામેળામાં વિખ્યાત ગાયિકા કિંજલ દવેના સ્વરમાં મા અંબેની મહાઆરતી યોજાઈ

માઇભક્તો મહાઆરતીમાં મગ્ન બની ઝુમ્યા,  હજારો દિવડાઓની ઝગમગાટ અને શક્તિની આરાધનાના સ્વરથી ગબ્બર તળેટી ગુંજી ઉઠી

Top Stories Gujarat Others
b1 6 મહામેળામાં વિખ્યાત ગાયિકા કિંજલ દવેના સ્વરમાં મા અંબેની મહાઆરતી યોજાઈ
  • ચૌદસ ની સાંજે ગબબર ની તળેટી માં મહા આરતી યોજાઈ
  • હજ્જારો દીવડા ની ઝગમગાટ વચ્ચે શક્તિ ની આરાધના યોજાઈ
  • મહા આરતી માં કિંજલ દવે ના સ્વર માં આરતી ગવાતા લાખો ભક્ત ઝૂમી ઉઠ્યા

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તથા જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠાના ઉપક્રમે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં ગબ્બર તળેટી ખાતે ગુજરાતની વિખ્યાત ગાયિકા કિંજલ દવેના સ્વરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કિંજલ દવે એ મા અંબાની આરતીના સુર રેલાવતા હજારોની સંખ્યામાં ઉમટેલા માઇભક્તો મહાઆરતીમાં મગ્ન બની ઝૂમી ઉઠ્યા હતા. સુર, શક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમથી ગબ્બર તળેટી જીવંત થઈ ઉઠી હતી અને સમગ્ર અંબાજી પરિસર ભક્તિમય માહોલમાં ગરકાવ બની ગયું હતું. મહાઆરતી દરમિયાન એક સાથે હજારો દિવડાઓ ઝગમગી ઉઠતા સમગ્ર પરિસર દૈદીપયમાન બન્યુ હતું.

WhatsApp Image 2022 09 10 at 10.26.13 AM 3.jpg b2 3 મહામેળામાં વિખ્યાત ગાયિકા કિંજલ દવેના સ્વરમાં મા અંબેની મહાઆરતી યોજાઈ

મહાઆરતીના આ મનભાવન પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલ, જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા, અંબાજી મંદિર દેવસ્થાનના વહીવટદાર આર.કે પટેલ સહિત હજારો ની સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

b1 6 મહામેળામાં વિખ્યાત ગાયિકા કિંજલ દવેના સ્વરમાં મા અંબેની મહાઆરતી યોજાઈ

બંધનું એલાન / કોંગ્રેસ દ્વારા આજે રાજ્યમાં બંધનું એલાન, વાસદ-બગોદરા હાઇવે ઉપર ટાયર સળગાવી વિરોધ

હાર્દિકનો ‘આપ’ પ્રચાર / વિરમગામમાં ‘ના PM, ના CM ‘માત્ર હાર્દિકના ફોટાવાળા ફુલસ્કેપના ચોપડા વિતરણનો વિવાદ, સ્થાનિક નેતાઓમાં નારાજગી

National / PM મોદીએ જણાવી માતા હીરાબેનની ડઝનબંધ સારી આદતો, તમે પણ વાંચો..