Not Set/ મહેમદાવાદમાં બે રીઢા ગુનેગારો પકડાયા,પાંચ ચોરીના ભેદ ઉકેલાયા

મહેમદાવાદમાં રીઢા ગુનેગાર પકડાયા

Gujarat

મહેમદાવાદના પોલીસે બે રીઢા ગુનેગારોને પકડી પાડ્યા છે. આ બે ચોરોએ અનેક ચોરીઓને અંજામ આપ્યો હતો .આ બન્ને આરોપીઓ ઝડપાઇ જતા મહેમદાવાદ તેમજ અમદાવાદમાં થયેલી 5 ચોરીના ભેદ ઉકેલાયા છે. આ આરોપીઓ સ્લાઈડર બારીઓ ખોલી મકાનમાં પ્રવેશી ચોરી કરતા હતા.

મહેમદાવાદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી. જેને આધારે પોલીસ દ્વારા જૂના ખેડા રોડ ભમરીયા કુવા પાસે બાઈક સાથે મહેશભાઈ રમેશભાઈ દેવીપૂજક અને ગોપીભાઈ કનુભાઈ સોલંકીને રોકવામાં આવ્યા હતા. જે બન્નેની તપાસ કરતાં તેમની પાસેથી રૂપિયા 2,25,000ની કિંમતની 5 તોલા વજનની સોનાની ચાર બંગડી તેમજ રૂપિયા 15,000ની કિંમતના 3 નંગ એન્ડ્રોઈડ ફોન મળી આવ્યા હતા. જે બાબતે પૂછપરછ કરતા મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબ ચોરીમાં ગયેલા મુદ્દામાલ હોવાનું જણાતા આ મુદ્દામાલ બન્ને પાસેથી રિકવર કરવામાં આવ્યો હતો.

મહેમદાવાદ પોલીસે આ બે ચોરોની સઘન પુછપરછ કરતાં  પાંચ ચોરીના ભેદ ઉકેલાયો છે. મહેમદાવાદ સહિત અમદાવાદમાં પાંચ ચોરી કરવાની આ ચોરોએ ગુના કબુલ્યા હતાં.મહેમદાવાદ પોલીસે હજીપણ  વધુ તપાસ હાથ ધરી છે. આ બે રીઢા ગુનેગારોની વધુ તપાસ હાથ ધરી છે. વટવા,હાથીજણ ,સહિત મહેમદાવાદમાં ચોરીઓ કરી છે.