કોરોના સંક્રમણની રફતાર હવે મંદ પડિ રહી છે ત્યારે દેશના રાજ્યો લોકડાઉનમાં છૂટછાટ આપીને લોકડાઉનની સમયમર્યાદા વધારી રહ્યા છે. હરિયાણામાં લોકડાઉન વધારી દેવામાં આવ્યો છે.રાજ્યમાં કોરોનાની સ્થિતિ મંદ પડી રહી છે ત્યારે 14 જૂન સુધી અવધિ વધારી દેવામાં આવી છે. કોરોનાની વર્તમાન સ્થિતિ હળવી થઇ રહી છે ત્યારે રાજ્યે છૂટછાટ સાથે લોકડાઉન વધારી દીધું છે.
કોરોનાની બીજી લહેર મંદ પડી રહી છે ત્યારે હરિયાણા સરકારે લોકડાઉન વધારીને 14 જૂન સુધી કરી દીધું છે. લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારે કેટલાક નિયમો સાથે છૂય આપી છે. સરકારે કોરોનાની ગાઇડલાઇન રજૂ કરી છે તેનો અમલ ચુસ્તપણે કરવાનો રહેશે. આ નિયમનો અનાદાર કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હરિયામામાં મોલ,રેસ્ટોરેન્ટ,બાર, અને ધાર્મિક સ્થળો માટે ખાસ નિયમો બનાવ્યા છે. આ નિયમોનું પાલન તમામે કરવું પડશે. હાલ કોરોનાની સ્થિત મંદ છે પરતું રાજ્યની ગાઇડલાઇન મજબૂત કરવામાં આવી છે. રાજ્ય સરકારે શર્તો આધિન લોકડાઉનમાં છૂટ આપી છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની રફતાર મંદ પડી રહી છે જેના લીધે રાજ્યો પોતાના નિયમો અનુસાર લોકડાઉનમાં છૂટછાટ આપીને જનજીવન ફરીવાર ચાલુ કરવાની અનુમતિ લોકોને આપી છે. કોરોનાના કેસો ઘટી ગયા છે પરતું તે ગમે ત્યારે સક્રીય થઇ શકે છે તેથી હરિયાણા સરકારે 14 મી જૂન સુધી લોકડાઉન વધારી દીધું છે.
