Not Set/ ચોમાસામાં આ રીતે રાખો ધરની સંભાળ

ઘરની સારસંભાળ આ રીતે રાખો

Lifestyle
house ચોમાસામાં આ રીતે રાખો ધરની સંભાળ

ચોમાસુ આવી ગયુ છે મહિલાઓ માટે સૌથી વધારે કપરુ કોઇ કામ હોય તો તે ઘરના સાર સંભાળ રાખવાનું છે. પરંતુ જો થોડા આયોજન સાથે કામ કરવામાં આવે તો અન્ય લોકોના જેમ જ ચોમાસુ તમારા માટે પણ પ્રીય બની રહેશે.ચોમાસામાં બને ત્યાં સુધી ભીની વસ્તુઓ રાખો ઘરની બહાર રાખો ભીનાં થઇને ઘરની અંદર આવવાનું ટાળો. જો ઘરની બહાર પેસેજ જેવી જગ્યા હોય તો ત્યાં અને ન હોય તો દરવાજા પાસે જ એક સ્ટેન્ડ રાખો. આ સ્ટેન્ડ પર ભીની છત્રી, રેઇનકોટ કે પછી કપડાં રાખવાની વ્યવસ્થા કરી શકાય તો કરો. જેથી આ ભીની વસ્તુઓને લઇને ઘરની અંદર ન જવું પડે.

ઘરની બારીઓ હંમેશા ખુલ્લી રાખો. જો તમને ઘરમાં ચોમાસામાં થતી નાની જીવાત ઘૂસી જવાની ચિંતા સતાવતી હોય તો બારીઓ પર ખાસ નાની જાળી ફિટ કરાવી લો. ઘરની બારીઓ ખુલ્લી હશે તો ઘરમાં ભેજની વાસ નહીં રહે. ઘરમાં ભેજની વાસ ન આવે એ માટે ખાસ સુવાસિત મીણબત્તીનો ઉપયોગ પણ કરી શકાય. ઘરમાં ડિહ્યુમીડીફાયરનો ઉપયોગ કરવાથી પણ ઘરમાં ભેજનું પ્રમાણ ઘટાડી શકાય છે.
ઘરની સજાવટ યોગ્ય ડેકોરથી કરવી જોઇએ. જો ઘરમાં હેવી પડદા હોય તો એના બદલે હળવા અને પાતળા પડદા લગાવો. હળવા પડદાથી ઘરમાં પૂરતા પ્રમાણમાં પ્રકાશ આવી શકશે અને ઘર વધારે પ્રકાશિત તેમજ ભેજરહિત બનશે. ઘરમાં દીવાલ પર ભારે આર્ટવર્ક લગાવેલું હોય તો એને સારી રીતે પેક કરીને મૂકી દો જેથી એને વાતાવરણના ભેજને કારણે કોઇ નુકસાન ન પહોંચે.
પ્લાન્ટને ઘરના બેડરૂમમાં રાખવાને બદલે બાલકનીમાં રાખો કારણ કે પ્લાન્ટની હાજરી મચ્છરો અને જીવાતને આકર્ષે છે. પ્લાન્ટને બાલકનીમાં રાખવાથી ઘરમાં ભેજનું પ્રમાણ ઘટે છે.

સૌથા મહત્વનું છે ઘરની યોગ્ય સફાઇ કારણ કે તેના કારણે અનેક રોગ થાય છે. ઘરમાં કોઇ પણ જગ્યાએ વધારાનું પાણી ભેગું ન થાય એનું ધ્યાન રાખો. કરતી વખતે ફ્લોર ક્લિનિંગ લિક્વિડ સાથે થોડું રોક સોલ્ટ પણ ઉમેરો. આવું કરીને જીવાતને દૂર રાખી શકાશે. વરસાદ પડે એ પહેલાં ઘરનું નાનું મોટું બાકી રહેલું સમારકાર કરાવી લો. આવું કરવાથી મોટી સમસ્યાથી બચી શકાશે. ઘરની સ્વિચ અને વાયર ભીનાં ન થતા હોય એ ચેક કરી લો. ઘરના તમામ પાઇપ ચકાસી લો. એમાં બ્લોકેજ હોય તો યોગ્ય રીતે સફાઇ કરાવી લો. જો નાનકડું લીકેજ હોય તો સમારકામ કરાવી લો. ચોમાસામાં પાઇપમાં વનસ્પતિ અને લીલ છવાઇ જતી હોય છે જેના કારણે પાણીના ફ્લોમાં અવરોધ ઉભો થતો હોય છે. આ પાઇપ નિયમિત રીતે સાફ કરો.

ચોમાસામાં લાકડું ભેજવાળુ થઇ જાય છે અને લાકડાની બારીઓ દરવાજા ફૂલી જાય છે. આવું ન થાય એ માટે એની ફ્રેમ પર વાર્નિશ અથવા તો પ્રોટેક્ટિવ ફિનિશિંગનું સ્તર લગાવી દો. આ રીતે નાની મોટી સંભાળના કારણે ચોમાસામાં તમને કંટાળો નહીં આવે વરસાદનનો લૃપ્ત ઉઠાવી શકશો.