@ડૉ. જાહ્નવી બેન ભટ્ટ, મંતવ્ય ન્યૂઝ
હજુ કોરોના ની બીજી લહેર પૂરી થઈ નથી ત્યાં તો મ્યુકર માયકોસિસ ને મહામારી જાહેર કરવામાં આવી છે, તો આવા સમયે શું શું સાવધાની રાખવી તેમજ આ રોગ થી prevention માટે કેવા કેવા ઉપાયો કરવા તેની આજે વિગત વાર ચર્ચા કરીશું.:-
આયુર્વેદ માં કૃમિ રોગ ના chapter ma મ્યુકર માયકોસિસ નું વર્ણન છે, actually આ એક પ્રકાર ની ફૂગ છે, જેને આપણે ફંગસ તરીકે પણ ઓળખીએ છીએ. આ એક બહુ જ ઘાતક બીમારી છે,
આયુર્વેદ માં સૂક્ષ્મ કૃમિ નાં સ્વરૂપ માં તેનું વર્ણન પણ મળે છે, આ એક ફંગસ જ છે, જે બ્લેક ફંગસ તરીકે પણ ઓળખાય છે.
સૌ પ્રથમ તો મ્યુકસ એટલે એક જાતની ફંગસ .જેને અત્યારે બ્લેક ફંગસ તરીકે આપણે ઓળખીએ છીએ.
મ્યુક્સ એ ઘર ની અંદર ,ઘર ની બહાર, ગાર્ડન માં, માટી માં, પ્લાન્ટ ઉપર દરેક જગ્યા એ હોઈ શકે છે. વાતાવરણ માં તે હોય જ છે, પણ આપણી immunity સારી હોય એટલે આપણ ને તે કંઈ કરી શકતું નથી, પણ જેને કોરોના એક વાર પણ થઈ ગયો હોય તેની immunity ડાઉન થઈ જાય છે, ભલે તે mild લક્ષણો સાથેનો કોરોના થયેલ હોય તો પણ અથવા તો દર્દી એ – symtometic હોય તો પણ.
કોરોનામાં ખાંસી અને આયુર્વેદ / ખાંસી શ્વસન તંત્રનો છે બહુ જ બળવાન રોગ, આયુર્વેદની મદદથી મેળવી શકશો રાહત
લક્ષણો:-
(૧) એક બાજુ નું માથું ભારે થઈ જાય.
(૨)નાક ભારે થઈ જાય
(૩)નાક ની પાછળ નાં ભાગ માં સોજો આવી જાય.
(૪)દાંત માંથી રસી નીકળતી હોય.
(૫)પેઢા માંથી રસી નીકળતી હોય.
(૬)આંખ ભારે લાગતી હોય.
(૭)નાક નીચે કાળું ટપકું દેખાય
(૮)આંખ નીચે સોજો આવે અને ધીરે ધીરે આંખ ઉઘડવી મુશ્કેલ બને.
(૯)શ્વસન તંત્ર માં ધીરે ધીરે અવરોધ ઊભો થતો લાગે.
ઉપર નાં લક્ષણો હોય તો તુરંત ડોક્ટર નો સંપર્ક સાધવો જોઈયે જેથી યોગ્ય સમયે diagnosis થઈ જાય તો ઝડપથી treatment થઈ શકે.કારણકે જો fungus આંખ માં , સાયનસ માં, કે મગજ સુધી પહોંચી જાય તો તેના પર કાબૂ મેળવવો ખૂબ મુશ્કેલ બની જાય છે.
Health / કોરોના માં ઓક્સિજનના સ્તરમાં વધારો કરવો છે ? તો આ ફળોનું નિયમિત કરો સેવન
સાવધાની:-
(૧)ઘર માં 🍞 બ્રેડ નો વપરાશ નહિ કરવો. બ્રેડ આવે તો તે જ દિવસે વાપરી ને પૂરી કરી નાખવી.
(૨)રોટલી નાં ડબ્બા માં રોટલી મૂકી ના રાખવી , કારણ કે તેમાં ફૂગ થવાની સંભાવના રહે છે.
(૩) માટી માં હંમેશા ફૂગ હોય છે, જેથી gardening કે planting કરવાનું હમણાં ટાળવું.,અને જવું જ પડે તેમ હોય તો ગાર્ડન માં double માસ્ક પહેરી ને જ જવું.
(૪) ફ્રીઝ માં પડેલી વસ્તુઓ તે જ દિવસે વાપરી લેવી.શાક વગેરે બીજા દિવસે ખાવું નહિ.
(૫)નાક થી સૂંઘી ને કંઈ પણ જોવું નહીં, જેમકે કે કેરી, રોટલી, દાળ વગેરે સારી છે કે બગડી ગઈ છે તે સૂંઘી ને નાં જોવું કારણ કે તેમાં જો ફૂગ હશે તો તે ફૂગ નાક માં તુરંત જશે અને આપણી immunity ઓછી હશે તો તુરંત આપણ ને તે અસર કરશે.
(૬) ફ્રીઝ ની રબર ની પટ્ટી વગેરે માં કે ફ્રીઝ માં અંદર ક્યાંય ફૂગ નથી ને તે અવશ્ય જોઈ લેવું, તથા A.C અને ફ્રીઝ ની હંમેશા સફાઈ રાખવી.
(૭) immunity હંમેશા વધે તેવા પ્રયત્નો કરવાં.
(૮) હોસ્પટલ માં કોવીડ નાં દર્દી મારે જો A.c ચાલુ હોય અથવા desert કૂલર જો ચાલુ હોય અને તે જો બરાબર સાફ થતાં નાં હોય તો તેનાથી પણ મ્યુકર થવાનાં ચાન્સ રહે છે, જેથી જે દર્દી ઓક્સિજન પર હોય તેને પાણી માંથી ઓક્સિજન પસાર કરી ને લેવાથી ફૂગ થવાનાં ચાન્સ ખૂબ ઘટી જાય છે.
ARDS નો પેચ જેમ ફેફસાં માં નથી જતો ત્યાં સુધી pnumoniya નથી થતો, તેવી જ રીતે મયુકર જ્યાં સુધી મગજ માં નથી જતું ત્યાં સુધી આ રોગ થી બચી શકાય છે.
જાણવા જેવું / જો તમારા ઘરમાં પણ દીકરી છે? તો આજે જ આ સ્કીમનો લાભ ઉઠાવી તેનું ભવિષ્ય સિક્યૉર કરો
ઉપાયો:-
(૧) સવાર સાંજ અજમો અને મીઠું નાખી તેની વરાળ નાસ દ્વારા લેવી.
(૨) અનુતેલ નું નસ્ય દિવસ માં બે વાર લેવું.
(૩)હળવી કસરતો કરવી.
(૪)પૂરતી નિંદ્રા લેવી
(૫) પ્રાણાયામ કરવા
(૬) ગરમ ગરમ ખોરાક લેવો
(૭) પ્રતિમર્શ નસ્ય તરીકે અનુતેલ, શડબિંદુ તેલ,તલ નું તેલ,ગાય નું ઘી, કે પંચગવ્ય ઘી પણ ઉપયોગ માં લઈ શકાય છે,
(૮) પ્રધમન નસ્ય તરીકે સૂંઠ, કે કટફલ નું ચૂર્ણ પણ સુંઘવા નું દર્દી ને કહી શકાય છે. વરાળ નો નાસ લીધા બાદ પ્રધમન નસ્ય આપી ને ત્યાર બાદ સ્નેહન દ્રવ્ય ને નસ્ય તરીકે આપવું જોઈયે, પ્રધમન નસ્ય થી નસા ની cavity એકદમ જ clean થઈ જાય છે.
(૯) સ્ટીમ લેતી વખતે એ ધ્યાન રાખવું કે સ્ટીમ ને નાક થી લઇ ને મોં વાટે બહાર કાઢવી, અને મો થી લઇ ને નાક થી બહાર કાઢવી જોઇયે.
(૧૦) આયુર્વેદ ની immunity વર્ધક દવાનો નું સેવન નિષ્ણાત ની સલાહ મુજબ મહામારી દરમિયાન ચાલુ જ રાખવું જોઇએ, કારણ કે immunity સારી હશે તો નવા નવા વાયરસ, બેક્ટેરિયા, અને ફંગસ કઈ જ બગડી નહિ શકે.
કોરોના થી ડેથ રેશિયો ૧ થી ૨ percentage છે, જ્યારે મ્યુકર નો ડેથ રેશિયો 50% છે, જેથી કંઈ પણ લક્ષણ જણાય તો આયુર્વેદ નિષ્ણાત, ઈ. એન. ટી સર્જન , અને ડેન્ટીસ્ટ ડૉકટર ની તુરંત સલાહ લેવી, અને ઉપચાર ચાલુ કરી દેવા., જેથી કોઈ વિકટ પરિસ્થિતિ માં મુકાઈ જવાથી બચી શકાય.
આ ઉપરાંત મગ નાં દાણા જેટલી સૂંઠ નાક પાસે મૂકી દેવામાં આવે તો પણ આ સંક્રમણ થી બચવા માં ખૂબ ફાયદો થાય છે.
આ ઉપરાંત ફૂડ પ્રોટોકોલ નું પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. કફ કરે તેવા કોઈ પણ પદાર્થો દર્દી ને નાં આપવા જોઈએ.ફ્રીઝ નું પાણી, કોલ્ડ ડ્રીંક, દહીં, મીઠાઈ, તેમજ રાતે છાશ લેવાથી તે પણ કફ કારક બની શકે છે, તેથી આવા આહાર થી બચવું જોઈએ.અત્યારે ઉનાળા માં પણ જો પંખા થી ચલાવી શકાય તેવું હોય તો A.C બંધ રાખવું જોઈએ, જેથી ભેજ નાં કારણે ફૂગ થવાનાં ચાન્સ ઘટી જાય.તેમજ દરેક ઓરડા માં વેન્ટિલેશન પૂરું આવવું જોઈયે, જેથી હવા ની આવન જાવન યોગ્ય હોય તો સંક્રમણ નો ભય નાં રહે.
આ બીમારી થી ગભરાવવા ને બદલે જો થોડી સાવધાની રાખવા માં આવે તો મ્યુકર થી આપણે અવશ્ય બચી શકીએ છીએ., જેમાં શંકા ને સ્થાન નથી.
નોંધ :- આ ઉપાય કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.