Not Set/ મોરબીમાં ગુનાખોરી બેફામ, પોલીસના દરોડામાં પાંચ જુગારીઓ પકડાયા

મોરબીમાં ગુનાખોરી બેફામ બનતી જઈ રહી છે. ચોરી , મારામારી અને જુગારની પ્રવુતિમાં ઘરખમ વધારો થઈ રહ્યો છે. પોલીસની પેટ્રોલિંગ અને સઘન ચેકીંગ ની જાણે ગુનેગારો ઉપર કોઈ અસર જ ન પડી રહી હોય તેમ મોરબીના બદલાયેલા માહોલને જોતા અંદાજો લગાવી શકાય છે.     મોરબીના શનાળા નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે […]

Gujarat
Makar 18 મોરબીમાં ગુનાખોરી બેફામ, પોલીસના દરોડામાં પાંચ જુગારીઓ પકડાયા

મોરબીમાં ગુનાખોરી બેફામ બનતી જઈ રહી છે. ચોરી , મારામારી અને જુગારની પ્રવુતિમાં ઘરખમ વધારો થઈ રહ્યો છે. પોલીસની પેટ્રોલિંગ અને સઘન ચેકીંગ ની જાણે ગુનેગારો ઉપર કોઈ અસર જ ન પડી રહી હોય તેમ મોરબીના બદલાયેલા માહોલને જોતા અંદાજો લગાવી શકાય છે.

 

 

મોરબીના શનાળા નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પાંચ શખ્સોને રૂપીયાં 31 હજારથી વધુની રોકડ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

 

બનાવની મળતી વિગત મુજબ મોરબીના શનાળા બાયપાસ નજીક મુરલીધર હોટલ પાછળ મગળવાર બપોરના સમયે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી એ ડિવિઝન પોલીસ ને મળતા ત્યાં પોલીસ દરોડો પાડતા જુગાર રમી રહેલા ભુપતભાઈ નાગજીભાઇ વિકાણી જાતે. દેવીપુજક ઉ.વ.૩૨ રહે.મોરબી શનાળા (ર) મુસ્તાકભાઇ ઇકબાલભાઇ કાદરી સૈયદ ઉ.વ.૨૧ રહે.મોરબી પંચાસર રોડ (3) સલીમ ઉર્ફે ડેનીશ હાજીભાઇ સુમરા સંધી ઉ.વ.૩૫રહે.મોરબી પંચાસર રોડ (૪) રફીકભાઇ ઉમરભાઇ શેખ જાતે ફકીર ઉં.વ.૪૦ રહે.મોરબી શકત શનાળા અને (૫) પપ્પી નાગજીભાઇ વિકાણી જાતે દે.પુ ઉં.વ.૨૦ રહે.મોરબી શનાળા સહિતના 5 શખ્સોને પોલીસ ઝડપી તેની પાસેથી રોકડ રૂપિયાં ૩૧૯૦૦ ના મુદામાલ ઝપ્ત કર્યા છે.