Gujarat/ મુળી તાલુકામાં રાજકીય ભૂકંપ, ઉમરડા સરપંચ સહિત 100 થી વધુ ભાજપનાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

મુળી તાલુકામાં કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું….

Gujarat Others
Untitled 74 મુળી તાલુકામાં રાજકીય ભૂકંપ, ઉમરડા સરપંચ સહિત 100 થી વધુ ભાજપનાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

મુળી તાલુકામાં કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ઉમરડા ગ્રામ પંચાયતનાં સરપંચ કનુભાઈ કરપડા અને 100 થી વધુ કાર્યકરોએ ભાજપને છોડી કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો.

આ સમાચાર મળતા તાલુકામાં રાજકીય ભૂકંપ સાથે રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો. કનુભાઈ કરપડા સતત બે ટર્મથી સરપંચ પદે ચૂંટાઈ આવ્યા છે અને તાલુકામાં સારું એવું પ્રભુત્વ ધરાવતા સરપંચ છે. ગામ વિકાસનાં કામોમાં તાલુકામાં સર્વશ્રેષ્ઠ સરપંચ પણ છે. ત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે. ત્યારે તેઓએ કોંગ્રેસનો હાથ થામતા રાજકીય ગરમાવો આવી ગયો છે. જેમાં ધારાસભ્ય ઋત્વિક મકવાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રધ્યુમનસિંહ પરમાર, જિલ્લા કોંગ્રેસ આગેવાન ધર્મેન્દ્ર સિંહ પરમાર, અને ઉપપ્રમુખ વલકુભાઈ કરપડા, સહદેવ સિંહ પરમારની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. તેમને સૌ કાર્યકરોએ તાલીઓનાં ગડગડાટથી વધાવી લીધેલ હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો