Not Set/ પાકિસ્તાનમાં બીજા તબક્કામાં 3 લાખ કરતાં વધારે લોકો કોરોના સંક્રમિત

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં વિનાશ સર્જાયો છે. અત્યાર સુધીમાં 6.07 કરોડ લોકોને કોરોનાથી સંક્રમિત થયા છે. અને તેનાથી 14.26 લાખ લોકોના મોત થયા છે.

Top Stories World
pjimage પાકિસ્તાનમાં બીજા તબક્કામાં 3 લાખ કરતાં વધારે લોકો કોરોના સંક્રમિત

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં વિનાશ સર્જાયો છે. અત્યાર સુધીમાં 6.07 કરોડ લોકોને કોરોનાથી સંક્રમિત થયા છે. અને તેનાથી 14.26 લાખ લોકોના મોત થયા છે. આ સાથે, 4.20 કરોડ લોકો કોરોનાને હરાવીને સાજા થઇ ચૂક્યા છે. કોરોનાના બીજા તબક્કાનો પ્રારંભ અનુભવતા પાકિસ્તાનમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે હોસ્પિટલોમાં આઇસીયુ બેડ ખાલી નથી.

એક મહિના પહેલા પાકિસ્તાનમાં દરરોજ આશરે 700 દર્દીઓ આવતા હતા. હવે આ સંખ્યા 3,000 વટાવી ગઈ છે. છેલ્લા દસ દિવસમાં અહીં 29,000થી વધુ દર્દીઓ મળી આવ્યા છે. પાકિસ્તાન મેડિકલ એસોસિએશનના સેક્રેટરી જનરલ કૈસર સજ્જાદનું કહેવું છે કે, આગામી બે અઠવાડિયા ખૂબ જ મુશ્કેલ બનશે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

બિલાવલ ભુટ્ટો કોરોના વાયરસથી સંક્રમિત

પાકિસ્તાનમાં વિપક્ષી પાર્ટી પીપીપીના વડા બિલાવલ ભુટ્ટો ઝરદારી કોરોના વરાયસથી સંક્રમિત થયા છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના 32 વર્ષીય પ્રમુખ અને દેશના બે વખતના વડા પ્રધાન બેનઝિર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટોએ ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ ચેપગ્રસ્ત થયાની પુષ્ટિ થયા બાદથી તેઓ એકાંતમાં આઇસોલેશન માટે ચાલ્યા ગયા હતા.

બિલાવલે ટ્વિટ કર્યું હતું કે, “હું કોવિડ -19 થી સંક્રમિત થઈ ગયો છું અને હું મારી જાતે એકાંતમાં આઇસોલેટ થયો છું. મારામાં રોગના નજીવા લક્ષણો છે. હું ઘરેથી કામ કરવાનું ચાલુ રાખીશ અને વીડિયો દ્વારા પીપીપી ફાઉન્ડેશન ડેના કાર્યક્રમને સંબોધન કરીશ.”તેમના રાજકીય સચિવ જામિલ સુમરોને સંક્રમણ થયા પછી, તેમણે બુધવારે પોતાને રાજકીય પ્રવૃત્તિઓથી દૂર રાખવાનો નિર્ણય કર્યો હતો.

દરમિયાન, છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાનમાં 3,306 નવા કોરોના વાયરસના કેસની પુષ્ટિ થઈ છે, જેના પછી ગુરુવારે કુલ કેસ વધીને 3,86,198 થઈ ગયા હતા. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આ રોગને કારણે વધુ 40 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃત્યુઆંક 7,843 પર પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે દેશમાં સંક્રમણ માટે સારવાર લેતા દર્દીઓની સંખ્યા 43,963 છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો