Banaskantha news/ પાલનપુરમાં નાયબ નિયામક ખેતી કચેરીની મહિલા સહિત બે અધિકારી લાંચ લેતા ઝડપાયા

ખાતરના સ્ટોકના ચેકિંગ દરમિયાન ગરબડ નજરે ચઢતા ફરિયાદી પાસે લાંચ માંગી હતી

Top Stories Gujarat
Beginners guide to 2024 06 27T203121.569 પાલનપુરમાં નાયબ નિયામક ખેતી કચેરીની મહિલા સહિત બે અધિકારી લાંચ લેતા ઝડપાયા

Banaskantha News : બનાસકાંઠાના પાલનપુરમાં ખાતરના સ્ટોકના ચેંકિંગમાં વિસંગતતા જણાતા ફરિયાદી પાસે લાંચની માંગણી કરનારી પાલનપુર નાયબ નિયામક ખેતી (વિસ્તરણ) કચેરીની મહિલા ખેતીવાડી અધિકારી, અન્ય એક ખેતીવાડી અધિકારી સહિત 3 જણાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)એ અટક કરી હતી.

આ કેસની વિગત મુજબ આ બનાવના ફરિયાદીની દુકાનમાં ખાતરના સ્ટોકનું ચેકીંગ કરતા તેમાં વિસંગતતા જણાઈ હતી. જેને પગલે અધિકારીઓએ ફરિયાદીનું પી.ઓ.એસ મશીન તથા સ્ટોક રજીસ્ટર કાયદેસરની કાર્યવાહી કર્યા વિના કબજે કર્યું હતું. જે પરત કરવા બાબતે ફરિયાદી ખેતીવાડી અધિકારી ચંદ્રીકાબેન ડી.થુંબડીયા અને  ખેતીવાડી અધિકારી રાકેશભાઈ આર.મકવાણએ રૂ.20,000 ની લાંચ માંગી હતી.

જોકે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ કૃષિ સેવા કેન્દ્ર, ઈકબાલગઢ, બનાસકાંટા ખાતે જાળ બિછાવી હતી. જેમાં બન્ને અધિકારીઓ વતી આરોપી પ્રજાજન હિતેન્દ્રકુમાર એમ.ગામીએ 20,000ની લાંચ લેતા તેને ઝડપી લેવાયો હતો. બાદમાં બન્ને અધિકારીઓની પણ અટક કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો