Patan News/ પાટણમાં સરકારી કચેરીઓ, સરકારી વસાહતોમાં અને અધિકારીઓને ત્યાં સ્માર્ટ મીટરનું કામ શરૂ

સ્માર્ટ મીટરને લઈને થયેલી રાજ્યવ્યાપી વિરોધને ધ્યાનમાં રાખીને સરકારે વિશ્વાસ હાંસલ કરવાના હેતુથી પાટણ શહેર અને જિલ્લામાં તમામ સરકારી કચેરીઓ, સરકારી વસાહતો,  અને સરકારી અધિકારીઓને ત્યાં સ્માર્ટ મીટરો નાખવાનું શરૂ કર્યુ છે.

Gujarat Others Breaking News

Patan News: સ્માર્ટ મીટરને લઈને થયેલી રાજ્યવ્યાપી વિરોધને ધ્યાનમાં રાખીને સરકારે વિશ્વાસ હાંસલ કરવાના હેતુથી પાટણ શહેર અને જિલ્લામાં તમામ સરકારી કચેરીઓ, સરકારી વસાહતો,  અને સરકારી અધિકારીઓને ત્યાં સ્માર્ટ મીટરો નાખવાનું શરૂ કર્યુ છે. આ સ્થળોએ તેની ચકાસણી કર્યા પછી જ સામાન્ય વીજગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડવામાં આવશે. આના પગલે યુજીવીસીએલ (ઉત્તર ગુજરાત વીજ કંપની)ના અધિકારીઓના ઘેર તથા વીજ કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાડવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

ગુજરાતમાં તાજેતરમાં વિવિધ શહેરી વિસ્તારોમાં ડિજિટલ વીજ મીટરો બદલીને સ્માર્ટ મીટરો નાંખવામાં આવ્યા બાદ ઊંચી રકમનાં વીજ બીલો આવતાં હોવાની ફરિયાદો વીજ ગ્રાહકોમાંથી ઉઠતાં તે અંગે ભારે ઉહાપોહ થયા બાદ વીજ કંપનીઓએ હાલ પૂરતો આ નિર્ણય ટાળી દીધો છે. પરંતુ વીજ કંપનીએ તેનાં વીજ ગ્રાહકોનાં સ્માર્ટ મીટરો માટેનું ભ્રમ નિરસન કરવા અને વીજ ગ્રાહકોમાં વિશ્વાસ પેદા કરવા માટે પાટણ શહેર અને જિલ્લાની સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર મૂકવાનો નિર્ણય કર્યો છે.

આ બાબતે પાટણની ગાંધીબાગ ખાતેની યુજીવીસીએલની પાટણ વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર દ્વારા પાટણ નગરપાલિકા, પાટણ રેલ્વેસ્ટેશન માટે રેલ્વે ડિવીઝનલ મેનેજર, પાટણની માર્ગ મકાન વિભાગની રાજ અને પંચાયત કચેરી, પાટણ તાલુકા પંચાયત કચેરી, પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ મામલતદાર કચેરી, પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી સહિત મોટાભાગની કચેરીઓને પણ લેખિતમાં જાણ પણ કરી દીધી છે. હાલમાં સ્માર્ટ મીટર લગાવાની શરૂઆત પણ થઇ ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ સાથે કરી વાત

આ પણ વાંચો: વર્લ્ડકપ વિજેતા ટીમનું ભારતમાં આગમન, કેપ્ટન રોહિત શર્માનું પરિવાર સાથે મિલન, માતાએ વરસાવ્યો પ્રેમ

આ પણ વાંચો: T-20 ફોર્મેટમાં વિરાટ કોહલીને કોણ કરશે રિપ્લેસ? સબા કરીમે આપ્યો જવાબ