Not Set/ રાજકોટમાં મેયરની વરણી બાદ કાર્યકરોએ ફોડ્યા ફટાકડા, લાગી આગ

મેંયરની ઉજવણી દરમિયાન શહેરમાં ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડતા મનપાના ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર નીચે લાગી આગ લાગી હતી.

Top Stories Rajkot Gujarat
am 15 રાજકોટમાં મેયરની વરણી બાદ કાર્યકરોએ ફોડ્યા ફટાકડા, લાગી આગ

અમદાવાદ, વડોદરા અને ભાવનગર પછી આજે રાજકોટ, જામનગર અને સુરતમાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. મુખ્યમંત્રીના હોમટાઉન એવા રાજકોટમાં મેયર તરીકે પ્રદીપ ડવની પસંદગી કરવામાં આવી છે જયારે ડેપ્યુટી મેયર તરીકે ડો. દર્શિતા શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલની વરણી કરવામાં આવી છે. મેયરના નામની જાહેરાત પછી ઉજવણીમાં ફટાકડા ફોડતા સમયે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. મહાનગર પાલિકા પાસે આવેલા ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર નીચે આગ લાગી હતી. ટ્રાન્સફોર્મરની નીચે પડેલો કચરો સળગ્યો હતો. ફાયર વિભા5 દ્વારા આગ બુઝાવવામાં આવી છે.

આ પણ વાંચો : CM રૂપાણીના હોમટાઉન રાજકોટમાં નવા મેયર બન્યા ડો. પ્રદીપ ડવ

આપને જણાવી દઈએ કે, મેયરની ઉજવણી દરમિયાન શહેરમાં ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડતા મનપાના ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર નીચે લાગી આગ લાગી હતી. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા શરૂ કર્યા હતા.  આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા ફાયર ફાઈટરની ટીમ દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતા. આગના પગલે લોકોમાં કૂતુહલ ઉત્પન્ન થયું હતું અને ઈલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટરમાં આગ લાગતા અફરાતફરી પણ મચી ગઈ હતી. ફાયર ફાઇટરો દ્વારા લોકોને પણ આગથી દૂર રહેવા સલાહ આપવામાં આવી હતી.હજુ સુધી કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ અહીં એ સ્પષ્ટ પણે જોવા મળે છે કે નિયમ માત્ર પ્રજા માટે છે પક્ષ માટે કંઈ નહીં.

આ પણ વાંચો : PM મોદીએ કહ્યું – વેક્સિનમાં ભારતની આત્મનિર્ભરતાનો લાભ લઈ રહ્યું છે વિશ્વ

આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા શરૂ કર્યા હતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા ફાયર ફાઈટરની ટીમ દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતા. આગના પગલે લોકોમાં કૂતુહલ ઉત્પન્ન થયું હતું અને ઈલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટરમાં આગ લાગતા અફરાતફરી પણ મચી ગઈ હતી. ફાયર ફાઇટરો દ્વારા લોકોને પણ આગથી દૂર રહેવા સલાહ આપવામાં આવી હતી.