Not Set/ રાજકોટમાં સુપર સ્પ્રેડર શોધવા સોમવારથી થશે ફેરિયાઓનું ટેસ્ટિંગ

રાજકોટ શહેરમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ  વધતું જોવા મળી  રહ્યું છે. ત્યારે મનપા દ્વારા ટેસ્ટિંગ બુથ વધારવાની સાથોસાથ શહેરમાં ફરતા કોરોના સુપર સ્પ્રેડરને શોધવા ફરી વખત મહાઅભિયાન છેડવાનો નિર્ણય લીધો છે. સોમવારથી શહેરના શેરી-ગલ્લીઓમાં ફરીને શાકભાજીનું વેચાણ કરતા તમામ ફેરિયાઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જ્યારે શાકભાજીમાં થડા ધરાવનાર વેપારીઓ તેમજ ગુજરી બજારોમાં વેપાર કરતા પાથરણાવાળાઓનું […]

Gujarat Rajkot
Untitled 93 રાજકોટમાં સુપર સ્પ્રેડર શોધવા સોમવારથી થશે ફેરિયાઓનું ટેસ્ટિંગ

રાજકોટ શહેરમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ  વધતું જોવા મળી  રહ્યું છે. ત્યારે મનપા દ્વારા ટેસ્ટિંગ બુથ વધારવાની સાથોસાથ શહેરમાં ફરતા કોરોના સુપર સ્પ્રેડરને શોધવા ફરી વખત મહાઅભિયાન છેડવાનો નિર્ણય લીધો છે. સોમવારથી શહેરના શેરી-ગલ્લીઓમાં ફરીને શાકભાજીનું વેચાણ કરતા તમામ ફેરિયાઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જ્યારે શાકભાજીમાં થડા ધરાવનાર વેપારીઓ તેમજ ગુજરી બજારોમાં વેપાર કરતા પાથરણાવાળાઓનું પણ સ્થળ પર ટેસ્ટિંગ કરી તમામને હેલ્થ કાર્ડ આપવામાં આવશે.

સોમવારથી  શહેરનાતમામ શાકભાજીના ફેરિયાઓનો કોરોના ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરાશે. જે એક સપ્તાહની અંદર  પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ  પ્રાઈવેટ કંપનીઓના ડિલિવરી બોયનું પણ કોરોના ટેસ્ટ કરી હેલ્થકાર્ડ આપવામાં આવશે. આ સાથે અનેક ઘરોમાં જઈને ફુડની ડિલિવરી કરતાં ઝોમેટો, સ્વીગી સહિતની કંપનીઓના ડિલિવરી બોયનું પણ આગામી દિવસોમાં હેલ્થ ચેકઅપ કરી તમામને હેલ્થકાર્ડ આપવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ