અસામાજિક તત્વોનો આતંક/ રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, ખુલ્લેઆમ આતંક મચાવ્યો છે

રાજકોટ શહેરમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ અસામાજિક તત્વો દ્વારા આતંકનો એક બનાવ સામે આવ્યો છે.

Rajkot
રાજકોટ(Rajkot)

રાજકોટ(Rajkot)માં આગાઉ પણ આવા ઘણા કિસ્સા સામે આવ્યા હતા અને એકવાર ફરી આ અસામાજિક તત્વો દ્વારા આતંક ફેલાવવાનો  મામલો સામે આવ્યો છે. આ તમામ ઘટના રૈયાધાર પર આવેલા રાણીમાં રૂડી રોડ પર બની હોવાનું સામે આવ્યું છે. અહિયાં ખુલ્લેઆમ અસામાજિક તત્ત્વો એ આતંક મચાવ્યો હતો. આ સમગ્ર આતંકી ઘટના CCTV માં કેદ થઇ હતી.

ખરેખર આ આખો મામલો એક વેપારી સાથે થયેલી ઘટનાનો છે, જેમાં વેપારીનો એવો આરોપ હતો કે અસામાજિક તત્વો પ્રોટેક્શન મની માંગી રહ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ રાજકોટ શહેરના પો. કમિશ્નરએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી.

આ સમગ્ર મામલાની ફરિયાદ ગઇકાલે દાખલ થઇ છે. અને તેને લઈને પોલીસ હરકતમાં આવી છે અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અને આગળ તપાસ પૂર્ણ થતા તે આધારે કાર્યવાહી કરવામાં આવશે.

થોડા સમય પહેલા રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોના આતંકના મામલે પોલીસ દ્વારા એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ નંબરનો સંપર્ક કરી લોકો મદદ મેળવી શકે છે. શહેરના માલવિયા નગર પોલીસ સ્ટેશનના પીઆઇ, એસીપી દક્ષિણ, ડીસીપી ઝોન 2 અને પોલીસ કંટ્રોલ રૂમના નંબર જાહેર કરવામાં આવ્યા છે.