Not Set/ રાજકોટ જિલ્લામાં આરટીઓ ટેક્ષ રૂ.36000 કરી દેવાતા ટેક્ષીચાલકો લાલધૂમ

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે ત્યારે  રાજ્ય સરકાર દ્વારા  ગુજરાતના 20 શહેરોમાં રાત્રી કર્ફ્યું 8 થી 6 લગાવી દેવામાં આવ્યો છે.જેમની માઠી અસર રાત્રીના ધંધાર્થીઓ ને પડશે. હાલના સમયમાં કોરોના મહામારી વચ્ચે તમામ ધંધા ઠપ્પ થયા છે. જેમાં ખાસ કરીને ટ્રાવેલ્સનો ધંધો સાવ મરણ પથારીએ પડ્યો છે. એક બાજુ વૈશ્ર્વિક કોરોના […]

Gujarat Rajkot
Untitled 55 રાજકોટ જિલ્લામાં આરટીઓ ટેક્ષ રૂ.36000 કરી દેવાતા ટેક્ષીચાલકો લાલધૂમ

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે ત્યારે  રાજ્ય સરકાર દ્વારા  ગુજરાતના 20 શહેરોમાં રાત્રી કર્ફ્યું 8 થી 6 લગાવી દેવામાં આવ્યો છે.જેમની માઠી અસર રાત્રીના ધંધાર્થીઓ ને પડશે. હાલના સમયમાં કોરોના મહામારી વચ્ચે તમામ ધંધા ઠપ્પ થયા છે. જેમાં ખાસ કરીને ટ્રાવેલ્સનો ધંધો સાવ મરણ પથારીએ પડ્યો છે. એક બાજુ વૈશ્ર્વિક કોરોના મહામારી અને બીજી બાજુ ટેક્ષી ટેક્ષી ધારકોને મોટો ફટકો પડ્યો છે રાજકોટ જિલ્લામાં  તા.1-4-2021થી વાર્ષિક રૂ.18000નો ટેક્ષ રૂ.36000 કરી દેવાતા કમરતોડ ફટકો પડ્યો છે.

ત્યારે આ નવો ટેક્ષ રદ કરી જુનો ટેક્ષ યથાવત રાખવા રાજકોટ ટ્રાવેલ્સ ટેકસી એસોસિયેશનને  વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો. આ ટેક્ષ પરત ખેચવા આરટીઓ કચેરી ખાતે, કલેકટર કચેરી ખાતે લેખિત અને મૌખિક ફરિયાદ કરી હતી. કોરોના મહામારીને કારણે ટેક્ષીચાલકોને રોજિંદો કામ-ધંધો મળતો નથી. હાલ તેઓ આર્થિક કટોકટી સહન કરી રહ્યા છે. આ મહામારીનો સમય જયાં સુધી રહે ત્યાં સુધી જુનો ટેક્ષ યથાવત રાખવા તેમજ કોઇપણ જાતની આરટીઓ ફી કે આરટીઓ ટેક્ષમાં વધારો ન કરવા માંગણી કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…