TRP Game zone/ રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે TPO સાગઠિયા સહિતના અધિકારીઓએ…….

Top Stories Rajkot Gujarat Breaking News
Image 2024 06 09T102845.555 રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો

Rajkot News: રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે TPO સાગઠિયા સહિતના અધિકારીઓએ ક્રાઈમ બ્રાન્ચ સામે કબૂલાત કરી છે. મનસુખ સાગઠિયા વિરૂદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

27 મેએ સાંજના 4:36 મિનિટે સાગઠિયાએ પૂર્વ ATPOને આદેશ આપી તમામ ટેક્નિકલ સ્ટાફને સેન્ટ્રલ ઝોન કચેરીએ બોલાવ્યા હતા. જેમાં પોતાનું નામ પોલીસ તપાસમાં ક્યાંય ન આવે તે માટે નકલી મિનિટ્સ બુક બનાવી પોલીસમાં રજૂ કરી હતી. માહિતી મુજબ ગુલાબી ફાઈલમાં રહેલ કાગળોના રહસ્યો ઉજાગર કરતાં ગુનો નોંધવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે મિનિટ્સ નોટ ખોટી બનાવી હતી. તેમજ અગ્નિકાંડમાં જવાબદારીથી બચવા સાગઠીયાએ પોતાના કબજામાં રાખી હતી.

અગ્નિકાંડ મામલે સસ્પેન્ડેડ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાએ અને અન્ય અધિકારીઓએ ક્રાઈમ બ્રાન્ચની કડક તપાસ અને પૂછપરછ બાદ તેમની સામે ગુનો કર્યો હોવાનું કબૂલ્યું છે. મનસુખ સાગઠિયા આઈપીસી 465, 466, 467, 471 સહિતની કલમ હેઠળ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અરવલ્લીમાં ગાજવીજ સાથે મોડી રાત્રે વરસાદ ખાબક્યો

આ પણ વાંચો: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ક્યારે આવશે મેઘો?

આ પણ વાંચો: વલસાડમાં તસ્કરનો આતંક, 22 તોલા દાગીનાની ચોરી