Ahmedabad News : આ કેસની વિગત મુજબ ફરિયાદીના પરિવારના સભ્યોના નામની ફરિયાદીના મિલકતની વારસાઈ હયાતીમાં નોંધ કરાવવાની હતી. ફરિયાદી આ કામ માટે જન સેવા કેન્દ્ર ખાતે ઇ-સ્ટેમ્પ લેવા માટે ગયા હતા. જોકે સાબરકાંઠાના વિજયનગર જનસેવા કેન્દ્રમાં ઈ-સ્ટેમ્પ ની કામગીરી સંભાળતા ધર્મેન્દ્ર એ.સોલંકીએ આ કામગીરી કરી આપવા માટે ફરિયાદી પાસેથી અગાઉ ખર્ચ અને કામગીરી પેટે પ્રથમ રૂપિયા ૧૫૦૦/- અને બીજી વાર રૂપિયા ૨૭૦૦/- ની લાંચની માંગણી કરી લાંચ લીધી હતી.
ત્યારબાદ ઈ- ધરામાં ફરીથી રૂપિયા ૧૫૦૦/- આપવા પડશે તેમ કહી લાંચ ની માંગણી કરી હતી. જોકે લાંચનાં નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેને આધારે એસીબીની ટીમે જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી ખાતે લાંચનાં છટકાનું આયોજન કર્યું હતું.
આ લાંચનાં છટકા દરમ્યાન આરોપી ધર્મેન્દ્ર સોલંકીએ ફરિયાદી સાથે વાતચીત કરી લાંચ ની રકમ સ્વીકારી હતી અને ઈ-ધરા કેન્દ્ર મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી વર્ગ-3 પદે ફરજ બજાવતા મહાવીર એ.અસારીએ ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી હતી. જેમાં બંને આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ ચુસ્ત બંદોબસ્ત; AMC, પોલીસ ખડે પગે
આ પણ વાંચો: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકીટોના કાળાબજાર કરતો શખ્સ ઝડપાયો : છ ટિકીટ કબજે
