Not Set/ 67 વર્ષની આયુમાં સ્વયં સેવકોને લાકડી ચલાવવાનું શીખવી રહ્યા છે મોહન ભાગવત

સામાન્ય રીતે આરએસએસ ના પ્રશિક્ષણ ક્ષેત્રોમાં મીડિયાની નો એન્ટ્રી હોય છે, એવામાં અંદાજો લગવવામાં આવી રહ્યો છે કે ભગતનો ટ્રેઈનીંગ આપતો આ વીડિઓ કોઈ કાર્યકર્તા દ્વારા મોબાઈલમાં ઉતારવામાં આવ્યો છે. સ્વયં સેવકના પ્રમુખ મોહન ભાગવતનો એક વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે. આ વીડીઓમાં મોહન ભાગવત સ્વયં સેવકોને લાકડી ચલાવતા શીખવી રહ્યા છે. 67 […]

Top Stories Gujarat Vadodara
MOHAN BHAGWAT 1 1 67 વર્ષની આયુમાં સ્વયં સેવકોને લાકડી ચલાવવાનું શીખવી રહ્યા છે મોહન ભાગવત

સામાન્ય રીતે આરએસએસ ના પ્રશિક્ષણ ક્ષેત્રોમાં મીડિયાની નો એન્ટ્રી હોય છે, એવામાં અંદાજો લગવવામાં આવી રહ્યો છે કે ભગતનો ટ્રેઈનીંગ આપતો આ વીડિઓ કોઈ કાર્યકર્તા દ્વારા મોબાઈલમાં ઉતારવામાં આવ્યો છે.

સ્વયં સેવકના પ્રમુખ મોહન ભાગવતનો એક વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે. આ વીડીઓમાં મોહન ભાગવત સ્વયં સેવકોને લાકડી ચલાવતા શીખવી રહ્યા છે. 67 વર્ષીય મોહન ભાગવતની ઉર્જા જોઈ લોકોને અચરજ થઇ રહી છે. જે વીડિઓ વાયરલ થયો છે એમાં મોહન ભાગવત પોતે ટ્રેઈનીંગ કેમ્પમાં હાજર છે અને સ્વયં સેવકોને લાકડી ચલાવવાનું શીખવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીઓ ગુજરાતના વડોદરા આરએસએસ પ્રશિક્ષણ કેન્દ્રનો છે.

વડોદરામાં આરએસએસનો ટ્રેઈનીંગ કેમ્પ લગભગ 21 દિવસો સુધી ચલાવવામ આવ્યો હતો અને આ જ મહિનાની 2 તારીખે આં ટ્રેઈનીંગ કેમ્પ સમાપ્ત થયો છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રશિક્ષણ શિબિરમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાંથી 407 સ્વયંસેવક જોડાયા હતા. આ ટ્રેઈનીંગ કેમ્પમાં સુરક્ષા વ્યવસ્થા ખુબ ચુસ્ત રાખવામાં આવી હતી.