અમરેલી/ અમરેલી ઓપરેશન કાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ, દર્દીઓને મોતિયા ઓપરેશન બાદ મળ્યો અંધાપો

અમરેલી જિલ્લાની શાંતાબા હોસ્પિટલમાં બે  દિવસ પહેલા આ હોસ્પિટલ ચર્ચામાં આવી હતી, હોસ્પિટલની બેદરકારીના કારણે અનેક દર્દીઓએ આંખોની રોશની ગુમાવી છે

Gujarat Others
ઓપરેશન

નગરી કાંડ બાદ અમરેલીની શાંતાબા હોસ્પિટલ ચર્ચામાં આવી છે. હોસ્પિટલ પ્રશાસનની બેદરકારીના કારણે અનેક દર્દીઓને આંખોની રોશની ગુમાવવાનો વારો આવ્યો છે. હોસ્પિટલમાં ઈલાજ થશે તેવી આશા સાથે ગયેલા દર્દીઓનું જીવન હવે અંધકારમય બની ગયું છે.અમરેલી જિલ્લાની શાંતાબા હોસ્પિટલમાં બે  દિવસ પહેલા આ હોસ્પિટલ ચર્ચામાં આવી હતી, હોસ્પિટલની બેદરકારીના કારણે અનેક દર્દીઓએ આંખોની રોશની ગુમાવી છે જેમાં લીલીયાના કણકોટ ગામના વતની નાનુભાઈ પણ ભોગ બન્યા છે.બાળપણમાં ઈજા થતાં નાનુભાઈએ એક આંખ ગુમાવી હતી. વર્ષો બાદ મોતિયા આવતા અમેરલીની શાંતાબા હોસ્પિટલમાં તેઓ ઈલાજ માટે આવ્યા નાનુભાઈને ક્યાં ખબર હતી કે ઈલાજ તો ઠીક નહીં થાય પણ જે એક આંખ છે તે પણ ગુમાવવી પડશે.

આંખો વગરનું જીવન કેવું હોય તેની આપ કલ્પના ન કરી શકો.આખું જીવન અંધકારમાં ગુજારવું પડે.શાંતાબા હોસ્પિટલની બેદરકારીના કારણે નાનુભાઈ જેવા અનેક દર્દીઓને અંધકારમાં જીવવાનો વારો આવ્યો છે. ભોગ બનનારા દર્દીઓ અને તેમના પરિવારજનો હાલ આ મામલે તસ્ટથ તપાસની માગ કરી રહ્યાં છે.તો બેદરકારી જેની છે તેના સામે કડક પગલા ભરવાની પણ માગ કરી રહ્યાં છે.

અગાઉ પણ હોસ્પિટલોની બેદરકારીના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.હોસ્પિટલની બેદરકારના કારણે કેટલાય દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. તો નગરી કાંડ અને અમરેલીના આ કાંડમાં અનેક દર્દીઓએ પોતાની આંખોની રોશની ગુમાવી છે. ક્યાં સુધી દર્દીઓએ જ ભોગ બનતા રહેશે.બેદરકારી જેની છે તે ડોક્ટર અને હોસ્પિટલ પ્રશાસન સામે કેમ કોઈ કડક પગલા નથી લેવાતા. અમરેલીના આ કાંડ બાદ અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે જોવાનું એ છે કે જેના વાંકે દર્દીઓનું જીવન અંધકારમય બની ગયું છે તેમને કડક સજા થશે કે નહીં.

આ પણ વાંચો: ગુજરાતમાં AAPનો ઉપયોગ અમારી વિરુદ્ધ થયો, નહીં તો અમે જીતી ગયા હોતઃ રાહુલ ગાંધી 

આ પણ વાંચો: રાહુલ ગાંધી પર ભાજપે કર્યો વળતો પ્રહાર, કહ્યું- આ તેમના પરદાદા નેહરુનું ભારત નથી, મોદીનું ભારત છે…

આ પણ વાંચો: PM મોદી પર ભુટ્ટોની ટિપ્પણી સામે દેશભરમાં પ્રદર્શન કરશે ભાજપ, ભારતે પાકિસ્તાનને કહ્યું આતંકવાદનો પિતા