અમદાવાદ/ વેજલપુરમાં ફાયનાન્સ કંપની સાથે 72 લાખથી વધુ રકમની છેતરપિંડી, જાણો શું છે સમગ્ર મામલો

વેજલપુરની એક ફાયનાન્સ કંપની સાથે 72 લાખથી વધુ રકમની છેતરપિંડી કરવામાં આવવી છે. આરોપીઓએ આ કંપનીમાં મશીનની લોન લેવા માટે બનાવટી દસ્તાવેજો રજુ કરીને છેતરપિંડી કરી હતી.

Ahmedabad Gujarat
છેતરપિંડી

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી એક ફાયનાન્સ કંપની સાથે 72 લાખથી વધુ રકમની  છેતરપિંડી થઇ છે.આરોપીઓએ આ કંપનીમાં મશીનની લોન લેવા માટે બનાવટી દસ્તાવેજો રજુ લોન લીધી હતી. જેમાં આરોપી જયેશ વી.પ્રજાપતીએ લોન માટે માસ ફાયનાનન્સ સર્વિસીસ કંપનીમાં અરજી કરી હતી.જ્યારે લોન ગેરેન્ટર તરીકે તેની પત્ની હહેતલ પ્રજાપતિ અને હરજીભાઈ એ.ગોયાણી તરીકે સહી કરી હતી.

કંપનીના જ એજન્ટ મૌલિક દવેએ કંપનીમાંથી રૂ. 72 લાખ 78 હજારની લોન મેળવવામાં મદદ કરી હતી. અને નિમીત પટેલે મશીનનું કોટેશન આપ્યું હતુ. વેજલપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તમામ આરોપી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વેજલપુરની એક ફાયનાન્સ કંપની સાથે 72 લાખથી વધુ રકમની છેતરપિંડી કરવામાં આવવી છે. આરોપીઓએ આ કંપનીમાં મશીનની લોન લેવા માટે બનાવટી દસ્તાવેજો રજુ કરીને છેતરપિંડી કરી હતી. આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલા સહિત પાંચ જણા સામે ગુનો નોંધાયો છે. આરોપીઓએે કેવી રીતે ઠગાઈ કરી જોઈએ મંતવ્યના આ રિપોર્ટમાં.

વેજલપુરમાં શ્રેયસ કોમ્પ્લેક્સમાં આવેલી માસ ફાયનાન્સ સર્વિસીસ પ્રા.લી.કંપનીમાં ફરજ બજાવતા ક્રુણાલ આઈ.જોશીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી જયેશ વી.પ્રજાપતીએ વુવન ફ્રેબ્રીક મશીન લેવા માટે માસ ફાયનાનન્સ સર્વિસીસ કંપનીમાં અરજી કરી હતી. જેમાં આરોપીએ ઝાંક જીઆઈડીસી વવહેવાલની જગ્યા ભાડે રાખી હોવાના બનાવવટી દસ્તાવેજો રજુ કર્યા હતા. ઉપરાંત લોન ગેરેન્ટર તરીકે તેની પત્ની હહેતલ પ્રજાપતિ અને હરજીભાઈ એ.ગોયાણી તરીકે સહી કરી હતી.

બાદમાં માસ ફાયનાન્, કંપનીના એજન્ટ મૌલિક એ.દવેએ કમિશન મેળવીને કંપનીમાંથી રૂ. 72 લાખ 78 હજારની લોન મેળવવામાં મદદ કરી હતી. જ્યારે આરોપી નિમીત એચ.પટેલે મશીનનું કોટેશન આપીને લોન અપાવવામાં મદદગારી કરી હતી. જેને પગલે પોલીસે જયેશ તેની પત્ની હેતલબહેન, હરજી ગોયાણી, મૌલિક દવે અને નિમીત પટેલ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:ગુજરાતમાં AAPનો ઉપયોગ અમારી વિરુદ્ધ થયો, નહીં તો અમે જીતી ગયા હોતઃ રાહુલ ગાંધી 

આ પણ વાંચો:રાહુલ ગાંધી પર ભાજપે કર્યો વળતો પ્રહાર, કહ્યું- આ તેમના પરદાદા નેહરુનું ભારત નથી, મોદીનું ભારત છે…

આ પણ વાંચો:PM મોદી પર ભુટ્ટોની ટિપ્પણી સામે દેશભરમાં પ્રદર્શન કરશે ભાજપ, ભારતે પાકિસ્તાનને કહ્યું આતંકવાદનો પિતા