Not Set/ EDની કસ્ટડીમાં, કોંગ્રેસ નેતા ડી.કે. શિવકુમારની તબિયત લથડી

મની લોન્ડરિંગ કેસમાં તપાસનો સામનો કરી રહેલા કોંગ્રેસના નેતા ડી.કે.શિવકુમારની હાલત ગુરુવારે સાંજે વધુ વણસી ગયી હતી. તેમને દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર મળતાની સાથે જ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા તેમની પરિસ્થિતિ વિશે જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર ઇડીના અધિકારીઓએ પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ડીકે શિવકુમારને મળતા […]

Top Stories India
d k 1 EDની કસ્ટડીમાં, કોંગ્રેસ નેતા ડી.કે. શિવકુમારની તબિયત લથડી

મની લોન્ડરિંગ કેસમાં તપાસનો સામનો કરી રહેલા કોંગ્રેસના નેતા ડી.કે.શિવકુમારની હાલત ગુરુવારે સાંજે વધુ વણસી ગયી હતી. તેમને દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર મળતાની સાથે જ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા તેમની પરિસ્થિતિ વિશે જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર ઇડીના અધિકારીઓએ પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને ડીકે શિવકુમારને મળતા અટકાવ્યા હતા.

ડી.કે.શિવકુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેમની પુત્રી એશ્વર્યાની ઇડી દ્વારા પૂછપરછ  કરવામાં આવી રહી છે. ઇડી એશ્વર્યાને તેમના જુલાઈ 2017 ના સિંગાપોર પ્રવાસને લઈને પૂછપરછ કરી રહી છે.

ઊલેખનીય છે કે, શિવકુમારને ઈડી દ્વારા 3 સપ્ટેમ્બરના રોજ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટે તેમને 13 સપ્ટેમ્બર સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની કસ્ટડીમાં રાખ્યા હતા. કોંગ્રેસે કર્ણાટકમાં  સરકારને બચાવવા માટે ખૂબ જ મહેનત કરનાર શિવકુમારની ધરપકડને રાજકીય દ્વેષપૂર્ણ કાર્યવાહી ગણાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ,127 અને ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન