ચંદીગઢ/ હોસ્ટેલમાં વિધાર્થીનીએ 60થી વધુ સાથી યુવતીઓના નહાતા વીડિયો વાયરલ કરતા ભારે હોબાળો,પોલીસે વિધાર્થીનીની કરી ધરપકડ

વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે એક વિદ્યાર્થીનીએ નહાતી વખતે ઘણી વિદ્યાર્થિનીઓનો વીડિયો વાયરલ કર્યો હતો.

Top Stories India
6 29 હોસ્ટેલમાં વિધાર્થીનીએ 60થી વધુ સાથી યુવતીઓના નહાતા વીડિયો વાયરલ કરતા ભારે હોબાળો,પોલીસે વિધાર્થીનીની કરી ધરપકડ

મોહાલીની એક ખાનગી યુનિવર્સિટીમાં શનિવારે મોડી સાંજે ઘણી વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે એક વિદ્યાર્થીનીએ નહાતી વખતે ઘણી વિદ્યાર્થિનીઓનો વીડિયો વાયરલ કર્યો હતો. પોલીસે આ મામલામાં એફઆઈઆર નોંધી આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી લીધી છે.હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીએ 60થી વધુ સાથી યુવતીઓના બાથરૂમના અંગત વીડિયો વાઈરલ કરી દેતા હોબાળો મચી ગયો છે. ચંડિગઢ યૂનિવર્સિટીમાં મોડી રાતે આ ઘટના સામે આવતા ઘણી યુવતીઓએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો છે. હોસ્ટેલની એક વિદ્યાર્થીનીએ શિમલામાં દોસ્તને 60થી વધુ છાત્રાઓના ક્લોથ એક્સેન્જ રૂમ અને બાથરૂમના અંગત વીડિયો ઉતારી શેર કર્યા હતા. ત્યારપછી બંનેએ મળીને તેને વાઈરલ કરી દેતા હોબાળો મચી ગયો છે.

મળતી માહિતી મુજબ શનિવારે સાંજે લગભગ 7.30 વાગ્યે યુનિવર્સિટી હોસ્ટેલની બહાર કેટલીક વિદ્યાર્થીનીઓએ હંગામો મચાવ્યો હતો. આ હંગામાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિરોધ કરી રહેલી વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે એક વિદ્યાર્થીનીએ નહાતી વખતે તેનો વીડિયો વાયરલ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બાદ એક વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો છે. જોકે, પોલીસનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર આ માત્ર અફવા છે અને આ અંગે આઈટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીનીઓએ શનિવારે સાંજથી જ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો. હવે આ મામલે પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટ થઈને તેણે પોતાની કામગીરી મોકૂફ રાખી છે.

યુનિવર્સિટીના વિદ્યાર્થી કલ્યાણ અધિકારીએ કહ્યું કે કોઈ વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો નથી. માત્ર એક વિદ્યાર્થીની બેહોશ થઈ હતી જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેની હાલત સ્થિર છે. આ સિવાય MMS બનાવનાર આરોપી વિદ્યાર્થીની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ મામલાની માહિતી સાયબર ક્રાઈમ બ્રાન્ચને આપવામાં આવી છે, હવે આરોપી વિદ્યાર્થીની પૂછપરછ કરવામાં આવી રહી છે. મોહાલી જિલ્લાના ડીએસપી રૂપિંદર કૌરે જણાવ્યું કે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ સાથે આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે.