Cricket/ ICC T20 રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો કોઇ બેટ્સમેન ટોપ-5 માં નથી, ખરાબ પ્રદર્શનનું મળ્યું પરિણામ

T20 વર્લ્ડકપ 2021 નાં ​​અંત પછી, ICC (ICC T20 રેન્કિંગ) એ T20 ફોર્મેટની રેન્કિંગ સૂચિ બહાર પાડી છે. જેમાં અનેક ખેલાડીઓને લાભ થયો છે. તો સાથે જ કેટલાક ખેલાડીઓએ પોતાનું સ્થાન ગુમાવવું પડ્યું છે.

Top Stories Sports
icc t20 ranking 2021

T20 વર્લ્ડકપ 2021 નાં ​​અંત પછી, ICC (ICC T20 રેન્કિંગ) એ T20 ફોર્મેટની રેન્કિંગ સૂચિ બહાર પાડી છે. જેમાં અનેક ખેલાડીઓને લાભ થયો છે. તો સાથે જ કેટલાક ખેલાડીઓએ પોતાનું સ્થાન ગુમાવવું પડ્યું છે. આ મોટી ટૂર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરનાર ડેવોન કોનવેને બેટિંગ રેન્કિંગમાં જબરદસ્ત ફાયદો થયો છે.

આ પણ વાંચો – 2025 ચેમ્પિયન્સ ટ્રોફી / પાકિસ્તાનમાં ભારતીય ટીમ મેચ રમશે કે નહી તેનો નિર્ણય સરકાર લેશે,ટૂર્નામેન્ટ UAEમાં યોજાઈ શકે છે!

T20 વર્લ્ડકપ 2021માં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયા બાદ ICC T20 રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનાં ટોપ-5માં કોઈ બેટ્સમેન નથી. એક તરફ જ્યાં ભારતનાં બેટ્સમેન વિરાટ કોહલી આઠમાં સ્થાને યથાવત છે તો બીજી તરફ કેએલ રાહુલ અને રોહિત શર્માની રેન્કિંગમાં ઘટાડો થયો છે. રાહુલે એક સ્થાન ગુમાવ્યું છે અને હવે તે છઠ્ઠા સ્થાને સરકી ગયો છે. આ સાથે જ રોહિત 15માંથી 16માં સ્થાને પહોંચી ગયો છે. પ્રથમ વખત T20 વર્લ્ડકપ 2021 ટ્રોફી જીતનાર ઓસ્ટ્રેલિયાની ટીમનાં બે બેટ્સમેન મિશેલ માર્શ અને ડેવિડ વોર્નરને ICC મેન્સ T20 પ્લેયર રેન્કિંગમાં સુધારો થયો છે. બોલિંગની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાનાં સ્પિનર ​​એડમ ઝમ્પા ઈંગ્લેન્ડનાં આદિલ રાશિદ અને અફઘાનિસ્તાનનાં રાશિદ ખાનને પછાડીને ટોપ-3માં પહોંચી ગયો છે. T20 વર્લ્ડકપ 2021ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનાં ઓલરાઉન્ડર માર્શે ન્યૂઝીલેન્ડ સામે 50 બોલમાં અણનમ 77 રન બનાવ્યા હતા. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. માર્શ 6 ખેલાડીઓને પાછળ છોડીને 13માં સ્થાને પહોંચી ગયો છે. બીજી તરફ, પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહેલા વોર્નર ICC T20 રેન્કિંગમાં 33માં ક્રમે છે. જો કે આ રેન્કિંગ તેના ટેલેન્ટને ઝાંખુ કરે છે. બેટ્સમેનોની રેન્કિંગમાં સૌથી ઉપર પાકિસ્તાન કેપ્ટન બાબર આઝમ છે.

આ પણ વાંચો – Cricket / શું Team India પણ ઈંગ્લેન્ડ ટીમની કરશે Copy? ત્રણેય ફોર્મેટમાં હશે અલગ-અલગ કેપ્ટન? દ્રવિડે આપ્યો આ જવાબ

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને T20 વર્લ્ડકપ 2021ની ફાઈનલમાં 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેના કારણે તે ICC T20 રેન્કિંગમાં 32માં ક્રમે પહોંચી ગયો છે. વિલિયમસન 7 ખેલાડીઓને પાછળ છોડીને 32માં સ્થાને પહોંચ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડનાં ડેવોન કોનવેએ 46 રન બનાવ્યા હતા. જેના કારણે તેને ચોથુ સ્થાન મળ્યુ છે. T20 વર્લ્ડકપ 2021ની બીજી સેમિફાઈનલ મેચમાં પાકિસ્તાનનાં બેટ્સમેન ફખર ઝમાને અણનમ 55 રન બનાવ્યા હતા અને આઠ સ્થાનનો ફાયદો ઉઠાવીને 40માં સ્થાને પહોંચી ગયો છે.

આ ઉપરાંત સ્પિનર ​​શાદાબ ખાને આ જ મેચમાં 16 રન આપીને ચાર વિકેટ લીધી હતી. જેની મદદથી તેઓ સાત સ્થાનનો ફાયદો ઉઠાવીને 16માં સ્થાને પહોંચી ગયો છે. બોલિંગની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર ​​એડમ ઝમ્પા ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ સાથે ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર જોશ હેઝલવુડ, જેણે 16 રનમાં 3 વિકેટ લીધી હતી. તેઓ બે સ્થાન ઉપર છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. આપને જણાવી દઇએ કે, બોલરોન રેન્કિંગમાં સૌથી ટોચ પર શ્રીલંકાનાં વાનિન્દું હસરંગા છે.