કોરોનાનાં વૈશ્વિક કેસો વધીને 22.63 કરોડ થઇ ગયા છે અને આ મહામારીથી મૃત્યુઆંક વધીને 46.5 લાખ થયો છે. વળી, અત્યાર સુધીમાં કુલ 5.77 અબજ લોકોને રસી આપવામાં આવી છે. ભારતની વાત કરીએે તો અહી પણ કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે.
આ પણ વાંચો – ભાજપ માટે કપરા ચઢાણ ? / કોળી સમાજની ચીમકી, -જો કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યા તો ….
આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 30,570 નવા કેસ નોંધાયા છે, જ્યારે 38,303 લોકો કોરોનામાંથી ઠીક થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 431 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં હજુ પણ કોરોનાનાં 3,42,923 સક્રિય કેસ છે, કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4,43,928 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોના રસીની વાત કરીએ તો અત્યાર સુધી લોકોને 76,57,17,137 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના રસીનાં 64,51,423 ડોઝ આપવામાં આવ્યા છે.
Of 30,570 new #COVID19 cases and 431 deaths reported in the last 24 hours in India, Kerala recorded 17,681 COVID cases and 208 deaths, yesterday.
— ANI (@ANI) September 16, 2021
આ પણ વાંચો – Political / રામદાસ આઠવલેએ જાતિ આધારિત વસ્તી ગણતરીની ઉભી કરી માંગ
કેરળમાં હજુ પણ કોરોનાનો ખતરો છે અને દેશમાં સૌથી વધુ કેસ કેરળમાં જ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 17,668 નવા કેસ નોંધાયા છે, જ્યારે 208 લોકોનાં મોત થયા છે. આવી સ્થિતિમાં, જો આપણે કેરળનાં કેસને છોડી દઈએ, તો છેલ્લા 24 કલાકમાં દેશભરમાં લગભગ 13 હજાર નવા કેસ નોંધાયા છે. ચેપને જોતા, કેરળમાં હજુ પણ ઘણી જગ્યાએ લોકડાઉન જેવી સ્થિતિ છે. દેશમાં કોરોનાનાં કુલ એક્ટિવ કેસોમાં 1.03 ટકાનો ઘટાડો થયો છે. એક્ટિવ દર્દીઓની સંખ્યામાં 8164 નો ઘટાડો થયો છે. દેશભરમાં કોરોનામાંથી ઠીક થતા દર્દીઓનાં એવરેજ રેટની વાત કરીએ તો તે 97.64 ટકા છે. અત્યાર સુધીમાં દેશમાં 547701729 કોવિડ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જ્યારે 1579761 લોકોનાં કોરોના સેમ્પલ ટેસ્ટ બુધવારે જ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 32560474 લોકો કોરોનાથી ઠીક થયા છે.
