Covid-19/ વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ મચાવ્યો કોહરામ, રેકોર્ડ મોત નોંધાયા

સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આ મહામારીએ હવે વિકરાળ સ્વરૂપ લઇ લીધુ છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક મોત નોંધાયા છે….

World

સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આ મહામારીએ હવે વિકરાળ સ્વરૂપ લઇ લીધુ છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક મોત નોંધાયા છે. જણાવી દઇએ કે, આ સમયગાળામાં 14,800 દર્દીઓએ કોરોનાનાં કારણે મોતને ભેટી ચુક્યા છે.

સમગ્ર વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં નવા 7.19 લાખ નવા કેસ નોંધાયા છે. મળી રહેલી માહિતી અનુસાર, આ ઉછાળા પાછળ નવો સ્ટ્રેન પણ જવાબદાર છે. US, બ્રાઝીલ, મેક્સિકો, UK માં સતત મોતનો આંક વધી રહ્યો છે. બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં જ 1,224 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જર્મની, રશિયામાં પણ મૃત્યુઆંક વધ્યો છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં જ 3,880 દર્દીઓએ કોરોનાનાં કારણે મોતને ભેટી ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં સતત બીજા દિવસે પણ નવા કેસમાં વધારો જોવા મળ્યો છે. દેશમાં 24 કલાકમાં 21,900 નવા કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં 26,000 દર્દીઓ રિકવર થયા છે, જ્યારે એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે, જે ભારત માટે એક સારી વાત છે. જણાવી દઇએ કે, એક્ટિવ કેસ ઘટીને હવે 2.55 લાખ થઇ ગયા છે. બ્રિટનનાં નવા કોરોના સ્ટ્રેને દેશમાં એન્ટ્રી કરી દીધી છે. દેશમાં આવા કુલ 20 કેસ નોંધાયા છે, જેમાં કોરોના વાયરસને નવા સ્ટ્રેનનાં લક્ષણો જોવા મળ્યા છે. આ કેસો યુપી, બંગાળ, કર્ણાટક અને અન્ય કેટલાક રાજ્યોમાંથી બહાર આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો