ICC T-20 WORLD CUP/ આયર્લેન્ડ અને નામિબીયા મેચમાં એક જ બોલ પર બેટસમેન ત્રણ વાર રન આઉટ થતાં બચ્યો,જુઓ વીડિયો

ટી 20 વર્લ્ડ કપની મેચમાં અકલ્પીય ઘટના જોવા મળી હતી, જ્યાં બેટ્સમેન એક નહીં, બે નહીં, પરંતુ ત્રણ વાર રન આઉટથી બચી ગયા હતા

Top Stories Sports
MACH123 આયર્લેન્ડ અને નામિબીયા મેચમાં એક જ બોલ પર બેટસમેન ત્રણ વાર રન આઉટ થતાં બચ્યો,જુઓ વીડિયો

યુએઈ અને ઓમાનમાં રમાઈ રહેલી ટી 20 વર્લ્ડ કપની મેચમાં પણ આવી જ એક ઘટના જોવા મળી હતી, જ્યાં બેટ્સમેન એક નહીં, બે નહીં, પરંતુ ત્રણ વાર રન આઉટથી બચી ગયા હતા. આ આયર્લેન્ડની ઇનિંગ્સની છેલ્લી ઓવરની ઘટના છે, જ્યાં ડેવિડ વીજે નામિબિયા માટે બોલિંગ કરી રહ્યો હતો. આ ઓવરના છેલ્લા બોલ પર આયર્લેન્ડના બેટ્સમેન સિમી સિંહે શોટ રમ્યો અને રન લેવા દોડ્યા. અહીં બોલર વીજે ફિલ્ડિંગ કરીને બોલને સ્ટમ્પ તરફ ફેંક્યો. અહીં વિકેટકીપર બોલને પકડી શક્યો નહોતો.

https://www.instagram.com/reel/CVVGdKjlsAL/?utm_source=ig_embed&ig_rid=e6d9441a-8a39-4749-b055-3b9a21b5a1c5

આ પછી બોલ બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો હતો. અહીં બીજા ફિલ્ડરે બોલ પકડ્યો અને તેને ફરીથી કીપર તરફ ફેંકી દીધો. અહીં ફરી એકવાર કીપર બેટ્સમેનને આઉટ કરવામાં નિષ્ફળ રહ્યો, બેટ્સમેનને બીજીવાર જીવતદાન મળ્યો હતો. રન આઉટ ન થવાને કારણે કીપરે બોલને સામે છેડે ફેંકી દીધો, પરંતુ અહીં બે ફિલ્ડર પણ બેટ્સમેનને રન આઉટ કરી શક્યા નહીં. આ રીતે આયર્લેન્ડના બેટ્સમેનો ત્રણ વખત રનઆઉટ થતા બચી ગયા હતા, સાથે જ નામીબિયાને ત્રણ રન વધારાના આપ્યા હતા.

નામિબિયાએ આઠ વિકેટથી જીત નોંધાવી અને સુપર 12 સ્ટેજમાં પ્રવેશ કર્યો હતો. આયર્લેન્ડ તરફથી ટીમને 126 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે ટીમે બે વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ટીમ માટે કેપ્ટન ગેરહાર્ડ ઈરાસ્મસે અણનમ 53 રનની ઇનિંગ રમી હતી. તેણે 49 બોલમાં અણનમ 53 રનમાં ત્રણ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. તેને ડેવિડ વીજેનો સારો સપોર્ટ મળ્યો. વીજેએ 14 બોલમાં અણનમ 28 રનમાં એક ફોર અને બે સિક્સર ફટકારી હતી. અગાઉ, ટોસ જીત્યા બાદ આયર્લેન્ડને નામીબિયાની સાંકડી બોલિંગ સામે પ્રથમ બેટિંગ કરવી પડી હતી. ઓપનર પોલ સ્ટર્લિંગે 24 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા.