દુર્ઘટના/ મોરબી દુર્ઘટનામાં સરકારે ડિઝાસ્ટર કંટ્રોલ ચાલુ કર્યો, બચાવ કામગીરી પુરજોશમાં

મોરબી શહેરનો ઐતિહાસિક ગણાતો એવો ઝૂલતો પુલ સમી સાંજે મચ્છુ નદીમાં બે કટકા થઇ ગયો હતો. આ સમયે પુલ પર મોટા પ્રમાણમાં સહેલાણીઓ હાજર હતા

Top Stories Gujarat
2 66 મોરબી દુર્ઘટનામાં સરકારે ડિઝાસ્ટર કંટ્રોલ ચાલુ કર્યો, બચાવ કામગીરી પુરજોશમાં

મોરબી શહેરનો ઐતિહાસિક ગણાતો એવો ઝૂલતો પુલ સમી સાંજે મચ્છુ નદીમાં બે કટકા થઇ ગયો હતો. આ સમયે પુલ પર મોટા પ્રમાણમાં સહેલાણીઓ હાજર હતા. પુલ તૂટતાં જ 400થી વધુ સહેલાણીઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ અકસ્માતમાં 50થી વધુ લોકોના મોત થયાની આશંકા છે. હાલમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મોરબી જવા નીકળી ગયા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી પણ મોરબી જવા રવાના થયા છે, અને સરકારે જે લોકોનું દુર્ઘનામાં મોત થયું છે તેમના પરિવારજનોને 4-4 લાખ આપવાની જાહેરાત કરી છે.જ્યારે ઇજાગ્રસ્તને 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવે છે.આ ઉપરાત સરકારે ડિઝાસ્ટર કંટ્રોલ પણ ચાલુ કરી દીધો છે જેમાં પરિવારના લોકો માહિતી આપી મદદમાં સહાય કરવા અપીલ કરવામાં આવી છે

 

મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આપત્તી વ્યવસ્થાપનની કામગીરીમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે તૈનાત રહી કામગીરી કરી રહ્યું છે.