જાસૂસી/ પેગાસસ મામલે 500થી વધુ લોકોએ ભારતના ચીફ જસ્ટિસને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની માંગ કરી

સુપ્રીમ કોર્ટ આ બાબતની તપાસ કરે કે શું ભારતીય સંસ્થા કે કંપનીએ પેગાગસ ખરીદ્યું હતું.

Top Stories
chief justies પેગાસસ મામલે 500થી વધુ લોકોએ ભારતના ચીફ જસ્ટિસને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની માંગ કરી

ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) ને લખેલા પત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ જાતીય સતામણીનો આરોપ લગાવનાર મહિલા કર્મચારીનો મોબાઇલ પણ હેક કરવામાં આવ્યો છે.જાસૂસી કેસમાં દેશભરના 500 થી વધુ લોકોના જૂથે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમણને પત્ર લખીને આ મામલે તેમની હસ્તક્ષેપની માંગ કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને પત્રકારો, વિપક્ષી પાર્ટીના નેતાઓ અને અન્ય ઘણા લોકોના ફોન તેમની જાસૂસી કરવામાં આવ્યા હતા.

પત્રમાં વિનંતી કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ આ બાબતની તપાસ કરે કે શું ભારતીય સંસ્થા કે કંપનીએ પેગાગસ ખરીદ્યું હતું. જો હા, તો તે કેવી રીતે ચૂકવવામાં આવ્યું? તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે કે જો પેગાસસને ખરીદવામાં આવ્યો છે, તો પછી કોની જાસૂસ કરવી પડી તો કેવી રીતે  નક્કી કરવામાં આવ્યું અને તેનાથી શું ફાયદો થયો છે.

ઉલ્લેખનીય છે કે જ્યારથી પેગાસસ મામલો સામે આવ્યો છે ત્યારથી દેશમાં ટોક ઓફ ધ કન્ટ્રી બન્યો છે, વિપક્ષ જોરદાર હંગૈમો કરી રહી છે આ મામલે સંસદમાં ચર્ચા કરવાનું કહેવામાં આવી રહ્યું છે પરતું સત્ત પક્ષ આ મામલે મોન છે, છેલ્લા 7 દિવસથી સંસદની કાર્યવાહી આ મુદ્દે અટકી જાય છે. પત્ર લખનારાઓમાં અરુણા રાય, હર્ષ મંદર, અંજલી ભારદ્વાજ, વૃંદા ગ્રોવર, રોમિલા થાપર, લેખકો અરુંધતી રાય, અનુરાધા ભસીન વગેરેનો સમાવેશ થાય છે