shaktisingh gohil/ 156 બેઠકોના પાવરમાં ભાજપે સ્માર્ટ મીટરના નામે ઉઘાડે છોગ લૂંટ ચલાવીઃ શક્તિસિંહ ગોહિલ

રાજ્યમાં ચાલતા સ્માર્ટ મીટરોના વિવાદમાં જનઆક્રોશના પગલે લાંબા સમયથી હાંસિયે ધકેલાઈ ગયેલી કોંગ્રેસને સરકાર પર પ્રહાર કરવાની તક મળી છે. કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે તેમની આગવી શૈલીમાં સરકાર પર ચાબખા મારતા જણાવ્યું હતું કે ભાજપે 156 બેઠકોનો પાવર હવે લોકોને બતાવવાનો શરૂ કર્યો છે. આ પાવર બતાવતા સ્માર્ટ મીટરના નામે રીતસરની ઉઘાડે છોગ લૂંટ ચલાવી છે.

Gujarat Top Stories Rajkot
Beginners guide to 21 156 બેઠકોના પાવરમાં ભાજપે સ્માર્ટ મીટરના નામે ઉઘાડે છોગ લૂંટ ચલાવીઃ શક્તિસિંહ ગોહિલ

રાજકોટઃ રાજ્યમાં ચાલતા સ્માર્ટ મીટરોના વિવાદમાં જનઆક્રોશના પગલે લાંબા સમયથી હાંસિયે ધકેલાઈ ગયેલી કોંગ્રેસને સરકાર પર પ્રહાર કરવાની તક મળી છે. કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે તેમની આગવી શૈલીમાં સરકાર પર ચાબખા મારતા જણાવ્યું હતું કે ભાજપે 156 બેઠકોનો પાવર હવે લોકોને બતાવવાનો શરૂ કર્યો છે. આ પાવર બતાવતા સ્માર્ટ મીટરના નામે રીતસરની ઉઘાડે છોગ લૂંટ ચલાવી છે.

તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર અદાણી પાસેથી મોંઘી વીજળી ખરીદી લોકોને રીતસરનું લૂંટે છે. હવે તે સ્માર્ટ મીટરોના નામે લોકોને લૂંટી રહ્યું છે. આટલી ગરમીમાં લોકોને રાહત આપવાની બાજુએ રહી પરંતુ રીતસર લોકોને લૂંટવાનો કારસો રચ્યો છે. હવે સ્માર્ટ મીટરના નામે સરકાર લોકોને લૂંટીને કયા લોકોના ઘર ભરવા માંગે છે.

તેમણે જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર માટે રીતસરનો લોકો પર જોરજુલમ કરવામાં આવી રહ્યો છે. દરેક ગ્રાહકને વિકલ્પ આપવો જોઈએ. તેની મંજૂરી વગર આ રીતે વીજ કંપનીઓ વીજ મીટર લગાવી જાય તે તો રીતસરની દાદાગીરી છે. ભાજપ આ રીતે 156 બેઠકોનું પાવર હવે લોકોને બતાવી રહ્યુ છે, પરંતુ લોકો પણ તેનો જવાબ તેની રીતે આપી રહ્યા છે. કર્ણાટકમાં અને હિમાચલમાં તો ભાજપની સરકાર ભોંયભેગી થઈ ગઈ છે અને હવે આગામી ચૂંટણીમાં આ જનાક્રોશ ભાજપની વર્તમાન સરકારની પણ આ જ દુર્દશા કરશે.

વીજ ચોરી થતી હોય તો તેને ડામવા કે અંકુશમાં પગલાં લેવાના બદલે સરકાર રીતસરનો લોકોને લૂંટવાનો કારસો કર્યો છે. તંત્ર લોકોને લૂંટવામાં પીંઢારાઓને પણ સારા કહેવડાવી રહ્યું છે. લોકો જ ફરિયાદ કરી રહ્યા છે કે બે મહિનાના બેથી અઢી હજારના બદલે દસ દિવસનું ત્રણ હજાર રૂપિયાનું બિલ આવી રહ્યું છે. પહેલા સ્માર્ટ સિટીના નામે લૂંટ ચલાવી, શિક્ષણનું ખાનગીકરણ કરીને લૂંટ ચલાવી અને હવે સ્માર્ટ મીટરના નામે લૂંટ ચલાવી રહી છે.

આ લોકોને 156 બેઠકો શું મળી જાણે પ્રજાને લૂંટવાનો પરવાનો મળી ગયો હોય તેમ વર્તે છે. કોઈનો અવાજ સાંભળતા નથી. 45 ડિગ્રી તાપમાનમાં પણ લોકો સુરત, વડોદરા, ભરૂચ, વલસાડ વગેરેમાં રસ્તા પર ઉતરીને તંત્ર સામે નારાબાજી કરી રહ્યા છે તે બતાવે છે કે 45 ડિગ્રી તાપમાન કરતાં પણ ઊંચો પારો લોકોનો છે. હિંદુઓ અને હિંદુત્વના નામે રીતસરની લૂંટ આરંભાઈ છે. લોકો આ લૂંટ ચલાવી નહીં લે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :મેદાનમાં રડવા લાગ્યો વિરાટ કોહલી, અનુષ્કા શર્માની પણ આંખોમાં આવ્યા આંસુ: શું છે કારણ

આ પણ વાંચો :T20 વર્લ્ડકપ પહેલા વિરાટ કોહલીનો નવો લૂક સામે આવ્યો, હેરસ્ટાઇલ બદલાઈ, જુઓ વીડિયો

આ પણ વાંચો :વિરાટ કોહલીએ IPLના આ નિયમને ખરાબ ગણાવ્યા, આ મોટી ખામી તરફ દોર્યું ધ્યાન

આ પણ વાંચો :વામિકાને બેટ સ્વિંગ કરવાની મજા આવે છે… જાણો  વિરાટ કોહલીએ અકાય વિશે શું કહ્યું?