RMC/ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.૨૬ના રોજ ૧૬૪મી બોર્ડ બેઠકનું આયોજન

બોર્ડ બેઠકમાં નગર રચના અને  શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ કલમ ૪૧/૧ હેઠળ સુચીત મુસદ્દારૂપ નગરચના યોજના નં.૭૭ વાજડીગઢ (સ્માર્ટસીટી ટી.પી.સ્કીમ.રૈયા.૩૨ની સામેનો વિસ્તાર) બનાવવાનો ઇરાદો જાહેર કરવા નિર્ણય થનાર છે.

Gujarat Rajkot
commi meeting 1 રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.૨૬ના રોજ ૧૬૪મી બોર્ડ બેઠકનું આયોજન

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.૨૬-૦૮-૨૦૨૧ના રોજ બપોરે:૪=૦૦ કલાકે ૧૬૪મી બોર્ડ બેઠકનું ચેરમેન અમિત અરોરાની અધ્યક્ષતામાં આયોજન થનાર છે. બોર્ડ બેઠકમાં નગર રચના અને  શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ કલમ ૪૧/૧ હેઠળ સુચીત મુસદ્દારૂપ નગરચના યોજના નં.૭૭ વાજડીગઢ (સ્માર્ટસીટી ટી.પી.સ્કીમ.રૈયા.૩૨ની સામેનો વિસ્તાર) બનાવવાનો ઇરાદો જાહેર કરવા નિર્ણય થનાર છે.

અન્ય મુદ્દાઓમાં કન્સ્ટ્રકશન ઓફ ૨૪મી ડી.પી. રોડ સંતોષીનગર સુધી મોરબી હાઇવે સુધીની રસ્તાની કામગીરી ની સૈધ્ધાંતિક મંજુરી, રીંગરોડ Ph-૩ પર રૂ.૬૦.૬૮ કરોડના ખર્ચે રેલ્વે ઓવર બ્રીજની કામગીરી, રૂડા હદ વિસ્તારમાં સમાવિષ્ટ થતા મહિકા ગામના OG (માંડાડુંગર સોસાયટી વિસ્તાર) ગંદા પાણીના નિકાલ અર્થે RMC ના પંમ્પીગ સ્ટેશન સુધી પહોંચાડવાની કામગીરી રૂ.૧.૮૭ કરોડના ખર્ચે, રૂડાની હદ વિસ્તારમાં માલીયાસણ ગામે જર્જરીત પાણીની ટેંક તોડી નવી ૩ લાખ લીટરની ક્ષમતાની ટેંક રૂ.૪૧.૬૬ લાખના ખર્ચે બાંધવા બાબત, MIG પ્રકારના આવાસો પહેલા તે પહેલાના ધોરણે ફાળવવાની દરખાસ્ત, લેન્ડડિસ્પોઝલ કમીટીની તા.૧૮-૦૮-૨૦૨૦૧ની મીટીંગની કાર્યવાહી મુજબ રૂડા ટ્રાન્સપોર્ટનગરના ખાલી પ્લોટ હરાજીથી નિકાલ કરવા કાર્યવાહી કરવા વિગેરે બાબતોની ચર્ચા વિચારણા આગામી બોર્ડ બેઠકમાં કરવામાં આવશે.
majboor str 13 રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.૨૬ના રોજ ૧૬૪મી બોર્ડ બેઠકનું આયોજન