બેદરકારી/ ગોધરા તાલુકાના કરસાણા ગ્રામ પંચાયત કચેરીના પ્રવેશદ્વાર અને હેન્ડ પંપ સુધ્ધા ગંદા પાણીના ખાબોચિયામાં..!!

  રિપોર્ટર મોહસીન દાલ, મંતવ્ય ન્યુઝ સ્વચ્છતા અભિયાનની વાતો માત્ર કાગળો ઉપર જ ચાલે છે…….  ———————————————- ગોધરા તાલુકાના કરસાણા ગ્રામ પંચાયત કચેરીના પ્રવેશદ્વાર અને હેન્ડ પંપ સુધ્ધા ગંદા પાણીના ખાબોચિયામાં..!!   ગોધરા તાલુકાના કરસાણા ગામે ગ્રામ પંચાયત કચેરીના સત્તાધીશો દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી ઓના દેખાવોમાં ખર્ચાઓ તો અનેક કર્યા હશે, પરંતુ ખુદ કરસાણા ગ્રામ પંચાયત […]

Gujarat

 

રિપોર્ટર મોહસીન દાલ, મંતવ્ય ન્યુઝ

સ્વચ્છતા અભિયાનની વાતો માત્ર કાગળો ઉપર જ ચાલે છે……. 

———————————————-

ગોધરા તાલુકાના કરસાણા ગ્રામ પંચાયત કચેરીના પ્રવેશદ્વાર અને હેન્ડ પંપ સુધ્ધા ગંદા પાણીના ખાબોચિયામાં..!!

 

ગોધરા તાલુકાના કરસાણા ગામે ગ્રામ પંચાયત કચેરીના સત્તાધીશો દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી ઓના દેખાવોમાં ખર્ચાઓ તો અનેક કર્યા હશે, પરંતુ ખુદ કરસાણા ગ્રામ પંચાયત કચેરીના પ્રવેશદ્વાર વિશાળ કહી શકાય એવા ગંદા ખાબોચિયામાં ફેરવાઈ ગયું છે આ ગંદા પાણીમાંથી જ કરસાણા ગામના સરપંચ, તલાટી કમ મંત્રી અને ગ્રામજનોને પણ ફરજીયાત પસાર થવું પડે છે!!

કરસાણા ગ્રામ પંચાયત કચેરીના પ્રવેશદ્વારને બદસુરત દેખાડતા આ દ્રશ્યોમાં સૌથી ચોંકાવનારી હકીકત તો એવી છે કે પ્રવેશદ્વારની બાજુમાં આવેલ હેન્ડપંપ માંથી સ્થાનિક રહીશો પીવાના પાણીનો ઉપયોગ કરે છે આ હેન્ડપંપ પણ ગંદા પાણીના ખાબોચિયાઓમાં આવી ગયો છે અને આ દુર્ગંધ મારતા પાણીમાં જીવાતોનો પણ ઉપદ્રવ દેખાઈ રહ્યો હોવાના સ્થાનિક રહીશોના આ આક્રોશની લાચારીઓ સરપંચને ભલે ના દેખાય પરંતુ તલાટી કમ મંત્રીને પણ પોતાની જવાબદારીઓ દેખાતી ના હોય ત્યારે ગોધરા તાલુકાના સત્તાધીશોએ આ ઘટના સંદર્ભમાં સ્થળ તપાસ કરે એમ ગ્રામજનો ઈચ્છી રહયા છે.!!

ગોધરા તાલુકાના ધાણીત્રા અને કરસાણા ગ્રામ પંચાયત કચેરીઓનો બેવડો કાર્યભાર સંભાળનાર તલાટી કમ મંત્રીના આ વહીવટમાં ધાણીત્રા ગ્રામ પંચાયત કચેરીની ઓફીસને શ્રમિક મજૂરોના રહેઠાણમાં ફેરવવાના વિવાદસ્પદ વહીવટમાં હવે કરસાણા ગ્રામ પંચાયત કચેરીના પ્રવેશદ્વાર પણ ગંદા પાણીમાં ફેરવાઈ ગયું છે અને આ પાણીના ખાબોચિયામાં આવેલા હેન્ડપંપ માંથી સ્થાનિક રહીશો મજબૂર બનીને પીવાના પાણીનો ઉપયોગ કરે છે આ ઘાતક રોગચાળાને આમંત્રણ આપી રહ્યા છે ગ્રામજનોએ તો ત્યાં સુધી નારાજગીઓના આક્રોશ વ્યક્ત કર્યા છે કે કરસાણા અને ધાણીત્રા આ બન્ને ગ્રામ પંચાયત કચેરીઓના વિકાસના વહીવટ સામે જો તટસ્થતા પૂર્વક તપાસો હાથ ધરવામાં આવે તો ચોંકાવનારી હકીકતો બહાર આવવાની શક્યતાઓ છે.