COVID/ સુરતમાં દુબઈથી આવેલા યુવક પોઝિટિવ, પરિવારના સભ્યોનું કરાયું કોરોના ટેસ્ટિંગ

ગત 30 નવેમ્બરના રોજ વેપાર માટે દુબઈ ગયો હતો ત્યાંથી આવીને તેમનું સુરત એરપોર્ટ ઉપર રેપિડ-RTPCR ચેક કરવામાં આવ્યું હતું.

Gujarat Surat
દુબઈ

સુરત શહેરમાં 20 દિવસ બાદ કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો યુવક એક મહિના પહેલા દુબઈ ગયો હતો. એક મહિનો દુબઈમાં રહીને સુરત પરત ફર્યો હતો ત્યારે આ યુવકનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેમા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.  તેથી આરોગ્ય વિભાગ દ્વારા યુવકને સારવાર માટે હોમ આઇસોલેટમાં રાખવામાં આવ્યો છે. યુવકમાં કોરોનાના લક્ષણો ન દેખાતા હોવાથી તે પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યો છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા યુવકના પરિવારના સભ્યોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ તમામનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

સુરત શહેરમાં 20 દિવસ બાદ કોરોના નો એક પોઝિટિવ કેસ નોંધાયો છે એક મહિનો દુબઈમાં રહીને પરત ફરેલા યુવકનો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જે કે આ યુવકને સારવાર માટે હોમ આઇસોલેસનમાં રાખવામાં આવ્યો છે.

ચીનમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને દેશ અને રાજ્યનો આરોગ્ય વિભાગ પણ એક્ટિવ થઈ ગયો છે તો સુરતમાં પણ સિવિલ અને હોસ્પિટલમાં તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે સુરતમાં 20 દિવસ બાદ કોરોના નો એક પોઝિટિવ કેસ નોંધાયો છે સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો યુવક એક મહિના પહેલા દુબઈ ગયો હતો અને એક મહિનો દુબઈમાં રહીને સુરત પરત ફર્યો હતો ત્યારે આ યુવકનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેથી આરોગ્ય વિભાગ દ્વારા યુવકને સારવાર માટે હોમ આઇસોલેટમાં રાખવામાં આવ્યો છે. યુવકમાં કોરોનાના લક્ષણો ન દેખાતા હોવાથી તે પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યો છે તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા યુવકના પરિવારના સભ્યોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને આ તમામનો ટેસ્ટ નેગેટીવ આવ્યો છે.

મહત્વની વાત કહી શકાય કે, સુરતમાં 7 ડિસેમ્બરના રોજ કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો અને ત્યારબાદ 20 દિવસ પછી દુબઈથી પરત ફરેલો આ યુવક કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પણ તકેદારીના ભાગરૂપે એરપોર્ટ પર આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને એરપોર્ટ પર એક ટેસ્ટિંગ ડોમ પણ ઊભો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 1,67,500 પોઝિટિવ કેસો નોંધાયા હતા. તેમાંથી 1,65,820 લોકો સારવાર લઈને સ્વસ્થ થયા છે અને 1682 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.

આ પણ વાંચો:કેમ પત્નીના વખાણ કરવા બદલ ટ્રોલ થઈ રહ્યા છે જાડેજા, RSSને લઈને કહી આ વાત

આ પણ વાંચો:વ્યારા જનક સ્મારક હોસ્પિટલમાં ગરીબો સાથે ઉઘાડી લૂંટ કરતા ડોકટરો, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડી,હવામાન વિભાગે કરી આ આગાહી,આજે નલિયા બન્યું ઠંડુગાર