બીજી વન-ડે/ ભારત સામે બીજી વન-ડેમાં આફ્રિકાએ કરી મોટી ભૂલ,ICCએ ફટકાર્યો દંડ

દક્ષિણ આફ્રિકાએ ભારત સામે સતત બે વનડે જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પાર્લમાં રમાયેલી બીજી મેચમાં યજમાન ટીમે ભારતને સાત વિકેટે હરાવ્યું હતું

Top Stories Sports
2 14 ભારત સામે બીજી વન-ડેમાં આફ્રિકાએ કરી મોટી ભૂલ,ICCએ ફટકાર્યો દંડ

દક્ષિણ આફ્રિકાએ ભારત સામે સતત બે વનડે જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પાર્લમાં રમાયેલી બીજી મેચમાં યજમાન ટીમે ભારતને સાત વિકેટે હરાવ્યું હતું. જો કે, મેચ દરમિયાન તેની એક ભૂલની આખી ટીમને ભારે પડી અને ICCએ તેને દંડ ફટકાર્યો.ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) એ શનિવારે ધીમી ઓવર રેટ માટે દક્ષિણ આફ્રિકાને મેચ ફીના 20 ટકા દંડ ફટકાર્યો હતો. ICC દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમ્બા બાવુમાની ટીમે નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી ફેંકી હતી. આને ધ્યાનમાં રાખીને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે પેનલ્ટી ફિક્સ કરી હતી.

તેમાં વધુમાં જણાવ્યું હતું કે, “ખેલાડીઓ અને સહાયક ટીમના સભ્યો માટે ICC આચાર સંહિતાની કલમ 2.22 અનુસાર, દરેક ઓવરના વિલંબ માટે (ન્યૂનતમ ઓવર-રેટ દંડ અંગે) ખેલાડીની મેચ ફીના 20 ટકાનો દંડ લાદવામાં આવે છે.”

બાવુમાએ ચાર્જ સ્વીકાર્યો હતો, તેથી ઔપચારિક સુનાવણીની જરૂર નહોતી. શુક્રવારે મેચ બાદ મેદાન પરના અમ્પાયર મેરાઈસ ઈરાસ્મસ અને એડ્રિયન હોલ્ડસ્ટોક ઉપરાંત ત્રીજા અમ્પાયર બોંગાની જેલે અને ચોથા અમ્પાયર અલાઉદ્દીન પાલેકરે આ આરોપો લગાવ્યા હતા.