Cricket/ થર્ડ એમ્પાયરનાં રહાણેને લઇને આપવામાં આવેલા નિર્ણય પર બીજી ટેસ્ટ વિવાદમાં

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ ચેન્નાઈનાં એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે.

Sports
PICTURE 4 205 થર્ડ એમ્પાયરનાં રહાણેને લઇને આપવામાં આવેલા નિર્ણય પર બીજી ટેસ્ટ વિવાદમાં

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ ચેન્નાઈનાં એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. જ્યા થર્ડ એમ્પાયરનાં નિર્ણયની ભૂલનો સામનો કર્યા પછી ઇંગ્લેન્ડના સ્પિનર ​​જૈક લીચે, નિર્ણય સમીક્ષા સિસ્ટમ (DRS) ની તુલના ફૂટબોલમાં વીડિયો સહાયક રેફરી (VAR) સાથે કરી હતી અને કહ્યું હતું કે, તે હજી પણ ‘વિવાદાસ્પદ છે.’ આ ઘટના દિવસની 75 મી ઓવરમાં થઇ, જ્યારે જૈક લીચનો બોલ રહાણેનાં ગ્લવ્ઝને અડીને ફોરવર્ડ શોર્ટ લેગ ફીલ્ડર ઓલી પોપનાં હાથમાં ગઇ હતી.

ઇંગ્લેન્ડે અપીલ કરી હતી પરંતુ તેને ઓન-ફીલ્ડ એમ્પાયર દ્વારા ઠુકરાવવામાં આવ્યો હતો અને ત્રીજા એમ્પાયર અનિલ ચૌધરીએ આ વિચારીને રિવ્યૂ રદ કર્યો હતો. જો કે બોલ લેગ સ્ટમ્પની બહાર ચાલી ગઇ હતી અને મહેમાન ટીમે LBW ની અપીલ કરી હતી. દિવસની રમત પૂર્ણ થયા પછી લીચે પત્રકારોને કહ્યું, “અમે થર્ડ એમ્પાયરને બોલનાં એક્શનને જોયુ, તેઓ એલબીડબ્લ્યુ જોઈ રહ્યા હતા, અમને ખબર છે કે તે આઉટ નહીં થાય (એલબી).” અમે ઇચ્છી રહ્યા હતા કે તે પેડને અથડાયા પછી બોલને જોવે. “આજે તે થોડીંવાર માટે VAR જેવું લાગ્યું, તે વિવાદાસ્પદ છે, પરંતુ તે તે આમ જ છે.”

જો કે, ઇંગ્લેન્ડે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ ગ્લવ્ઝને અડીને ગયેલા બોલને કેચ હોવાની અપીલ કરી રહ્યા છે, બેટને અડીને જાય તેની નહી. જો કે ત્યારબાદ રહાણે છ બોલ પછી આઉટ થયો હતો, તેને મોઇન અલીએ 67 રન પર બોલ્ડ કર્યો હતો. થર્ડ એમ્પાયર અનિલ ચૌધરીની આ ભૂલથી ઇંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ ખૂબ જ નારાજ હતો, જેના કારણે તેને ભારતીય વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેની વિકેટ મળી ન હોતી અને ડીઆરએસ રિવ્યૂ પણ હાથમાંથી ચાલ્યો ગયો હતો.

Cricket / શ્રીસંતનું આઇપીએલ રમવાનું સપનું  તૂટ્યું, હરાજીમાં ના મળ્યું સ્થાન

Cricket / પ્રથમ દિવસની રમતનાં અંતે ભારતે 6 વિકેટ ગુમાવી બનાવ્યા 300 રન, અંતિમ સત્ર રહ્યું ઈંગ્લેન્ડનાં નામે

Cricket / ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પયનશીપમાં રહાણેએ બનાવ્યો રેકોર્ડ, અન્ય કોઇ ભારતીય નથી કરી શક્યું તેવુ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ