IPL 2021/ રોમાંચક મેચમાં અંતિમ ક્ષણે મળેલી હાર પર DC નો આ ખેલાડી મેદાન પર જ રડી પડ્યો

KKR સામે અંતિમ ઓવરમાં હાર બાદ DC નો ઓપનર પૃથ્વી શો ખૂબ જ નિરાશ જોવા મળ્યો હતો. નિરાશાની સ્થિતિ એવી હતી કે તે જમીન પર સૂઈ ગયો અને રડવા લાગ્યો હતો.

Sports
પૃથ્વી શો

કોલકાતા નાઇટ રાઇડર્સ સામે અંતિમ ઓવરમાં હાર બાદ દિલ્હી કેપિટલ્સનો ઓપનર પૃથ્વી શો ખૂબ જ નિરાશ જોવા મળ્યો હતો. નિરાશાની સ્થિતિ એવી હતી કે તે જમીન પર સૂઈ ગયો અને રડવા લાગ્યો હતો. જે પછી શિખર ધવન પૃથ્વી પાસે ગયો અને તેને પ્રોત્સાહિત કરી મેદાનની બહાર લઇ ગયો હતો.

આ પણ વાંચો – IPL 2021 / દિનેશ કાર્તિકને IPL આચારસંહિતાનાં ભંગ કરવા બદલ ફટકારવામાં આવ્યો દંડ

આ મેચમાં એક સમયે એવું લાગતું હતું કે, કોલકાતાની ટીમ આ મેચ ખૂબ જ સરળતાથી જીતી લેશે પરંતુ એવું થયું નહીં. છેલ્લા 25 બોલમાં કોલકાતાને જીત માટે 13 રનની જરૂર હતી. ત્યાં સુધી કોલકાતાએ માત્ર બે વિકેટ ગુમાવી હતી. અવેશ ખાને 17 મી ઓવરમાં શુભમન ગિલને આઉટ કર્યો અને બે રન આપ્યા. ત્યારબાદ 18 મી ઓવરમાં કાગીસો રબાડાએ દિનેશ કાર્તિકને શૂન્ય પર આઉટ કરીને એક રન આપ્યો હતો. આ પછી, એનરિક નોર્ટજેએ તે પછીની ઓવરમાં ત્રણ રન આપ્યા અને ઇયોન મોર્ગનને શૂન્ય પર આઉટ કર્યો. અંતિમ ઓવરમાં કોલકાતાને જીત માટે સાત રનની જરૂર હતી. રવિચંદ્રન અશ્વિન બોલિંગ પર હતો. અશ્વિને શાકિબ અલ હસન અને સુનીલ નારાયણને બે બોલમાં શૂન્ય પર આઉટ કરીને હેટ્રિકની તક બનાવી હતી. હવે છેલ્લા બે બોલમાં કોલકાતાને જીત માટે છ રનની જરૂર હતી. રાહુલ ત્રિપાઠીએ એક સિક્સર સાથે મેચનો અંત કર્યો હતો. મેચ હાર્યા બાદ પૃથ્વી શો કેમેરામાં રડતો જોવા મળ્યો હતો. કદાચ આટલા નજીક આવ્યા પછી પૃથ્વીએ ટીમ હારવાની અપેક્ષા રાખી ન હોતી. નિરાશામાં, તેની આંખોમાંથી આંસુ વહી ગયા હતા.

આ પણ વાંચો – Cricket / BCCI એ T20 વર્લ્ડ કપની ટીમમાં કર્યા ફેરફાર, આ ખેલાડીએ અક્ષર પટેલની જગ્યાએ ટીમમાં પ્રવેશ કર્યો

IPL 2021 ની બીજી ક્વોલિફાયર મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને ત્રણ વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. અંતિમ 2 બોલમાં છ રનની જરૂર હતી ત્યારે તેણે સિક્સર ફટકારી ટીમને જીત અપાવી હતી. જે બાદ જીતનો હીરો રાહુલ ત્રિપાઠી બની ગયો હતો, જેણે ચાર ક્રિકેટરો શૂન્ય પર આઉટ થયા હોવા છતાં છેલ્લી ઓવરનાં પાંચમા બોલમાં સિક્સર ફટકારીને પોતાની ટીમને વિજય અપાવ્યો હતો. ઇઓન મોર્ગન, દિનેશ કાર્તિક, શાકિબ અલ હસન અને સુનીલ નારાયણ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. હવે કોલકાતા નાઇટ રાઇડર્સ 15 ઓક્ટોબરે ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટકરાશે.