Not Set/ આ ગામે ટેન્કરે મારી પલટી, જાનહાની તો નહીં પણ લૂંટફાટ મચી ગઇ

શું તમે જોઇ છે તેલની નદી નહીં તો જોઇ લો અહી આ વીડિયોમાં…..

Uncategorized
tanker oil આ ગામે ટેન્કરે મારી પલટી, જાનહાની તો નહીં પણ લૂંટફાટ મચી ગઇ

@ પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – બગસરા (અમરેલી)

અમરેલીના બગસરામાં એક લોડેડ ટેન્કર અચાનક જ અકસ્માતે પલટાયું અને પછી થઇ જોવા જેવી. જી નહીં, અકસ્માતમાં કોઇ જાનહાની નથી થઇ પરંતુ ભરેલું ટેન્કર પલટી મારતા રીતસરની લૂંટ ફાટ થઇ હોવાનાં દ્રશ્યો સર્જાયા હોવાની વિગતો સામે આવી રહી છે.

પ્રાપ્ત થતી વિગત પ્રમાણે અમરેલીનાં બગસરા ગામે જૂનાગઢથી પીપાવાવ પોર્ટ જતા ટેન્કરને અકસ્માત નડ્યો અને લોડેડ ટેન્કર અચાનક જ અકસ્માતે પલટાયું. ટેન્કરમાં સીંગતેલ ભરેલું હતું અને તહેવારનાં સમયે લોકોને જાણે સીંગતેલની નદીઓ મળી રસ્તા પર જ મળી આવી હોય તેવી રીતે લોકો સીંગતેલ પોતાનું કરી લેવા ઉમટી પડ્યા અને લૂંટફાટ મચી ગઇ.

શું તમે જોઇ છે તેલની નદી નહીં તો જોઇ લો અહી આ વીડિયોમાં…..

જૂનાગઢથી પીપાવાવ પોર્ટ જવા માટે ટ્રાન્સપોર્ટ રુટ વાયા બગસરા પાસ થાય છે અને આ રુટ પર જ બગસરા પાસે ટેન્કર ચાલકનો સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને ટેન્કરે પલટી મારવાની દુર્ઘટના ઘટી. જો કે, અકસ્માતમાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો અને કોઇ જાનહાનીની વિગતો સામે આવી નથી. પરંતુ રોડ પર સિંગતેલનું ટેન્કર ઉંધુ વળી જતા, રોડ પર જ સીંગતેલની રેલમ છેલમ થઇ ગઇ, બસ આસપાસના ગ્રામજનો સીંગતેલ લેવા ઉમટી પડ્યા અને લૂંટફાટ મચાવી દીધી. જો કે, સમગ્ર અકસ્માતની આ ઘટનાની જાણ  પોલીસને કરવામા આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને લોકોને કાબુમાં લેવા સાથે સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે.