Relation/ લગ્ન પહેલા તમારા પાર્ટનરના પરિવારમાં તમામનું દિલ જીતવા માંગો છો?…..તો આટલું કરો

જો તમે લગ્ન પહેલાં તમારા પાર્ટનરના પરિવાર સાથે સારા સંબંધ બાંધવા માંગતા હોય તો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારા તરફથી નાનામાં નાના પ્રયત્નો કરો. કારણ કે તમે તમામને જાણી શક્યા છો અને તેઓને પણ ગમશે. આવી રીતે તમે ટૂંક સમયમાં તેમના પ્રિય બનવાનું શરૂ કરશો. તમામના જન્મદિવસ યાદ રાખો જીવનસાથીના પરિવારના સભ્યોના […]

Lifestyle
marriage gift લગ્ન પહેલા તમારા પાર્ટનરના પરિવારમાં તમામનું દિલ જીતવા માંગો છો?.....તો આટલું કરો

જો તમે લગ્ન પહેલાં તમારા પાર્ટનરના પરિવાર સાથે સારા સંબંધ બાંધવા માંગતા હોય તો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારા તરફથી નાનામાં નાના પ્રયત્નો કરો. કારણ કે તમે તમામને જાણી શક્યા છો અને તેઓને પણ ગમશે. આવી રીતે તમે ટૂંક સમયમાં તેમના પ્રિય બનવાનું શરૂ કરશો.

તમામના જન્મદિવસ યાદ રાખો
જીવનસાથીના પરિવારના સભ્યોના ખાસ દિવસો યાદ રાખો. જન્મદિવસ અથવા લગ્નની વર્ષગાંઠ પર અભિનંદન આપવા. તેમની સાથે જોડાવાનો પ્રયાસ કરો. જો તમે આ પ્રસંગે પહોંચતા નથી, તો તમે સારી તસવીર મૂકીને જન્મદિવસના અભિનંદન આપી શકો છો. તમે તમારા હાથથી થોડી સારી વાનગીઓ બનાવીને ઘરે પણ પહોંચાડી શકો છો. આવું કંઇક કરવાથી તમે ઘરના સભ્યોનું દિલ સરળતાથી જીતી શકશો.

Pakistani Wedding Gift Ideas 2020 for Bride and Groom - StyleGlow.com

તમામની ચિંતા કરો
તમારું જીવન ફક્ત તમારા જીવનસાથી સાથે જ નહીં, પરંતુ તમારા જીવનસાથીના પરિવાર સાથે પણ જોડાયેલું છે. તેથી, સમય સમય પર, તેમના જીવનમાં મહત્વ ધરાવતા લોકોના સારા સમાચાર મેળવો. તેમના આરોગ્ય વિશે પૂછો. જો શક્ય હોય તો તેમના ઘર પર જઇને મળો. સાથે જ તેના માટે કંઇક લઇ જાઓ. જો તમે તેમની પૂરી કાળજી લેશો, તો જ્યારે સમય આવશે ત્યારે તેઓ તમારી સંપૂર્ણ સંભાળ લેશે.

What You Need to Know About: Couples Counseling - Urban Balance

શક્યો હોય તો તમામ લોકો માટે ખરીદી કરો
જ્યારે તમે તમારા ઘર માટે ખરીદી કરવા જતા હોય અને પાર્ટનરને તમારી સાથે લઈ જાઓ, ત્યારે દરેક માટે ખરીદી કરવાનો પ્રયત્ન કરો. તમે તમારી માતા માટે કંઈક ખરીદ્યું છે, તો પછી તમારા સાસુ માટે પણ કંઈક ખરીદ્યો. આમ કરવાથી તમારા જીવનસાથીને પણ સારું લાગશે અને તમે લગ્ન પહેલાં તમારી સાસુના પ્રિય બનશો.

San Diego Couples Counseling - Marriage Therapy

પરિવાર વિશે વાત કરો
જ્યારે તમે તમારા જીવનસાથી સાથે વાત કરો છો, ત્યારે પરિવારના દરેક સભ્ય સાથે વાત કરવાનું રાખો. તેમની પસંદગીઓ અને નાપસંદો જાણવાનો પ્રયત્ન કરો. જ્યારે એવા સમયે તેના ઘરે આ વાતો કહેશે, ત્યારે ઘરના લોકોને સારું લાગશે કે તમે અત્યારથી તમામ વિશે વિચારવાનું શરૂ કર્યું છે એવું લાગશે. આ ગુણોથી તમે પરિવારની નજીક જઇ શકો છો અને ભવિષ્યમાં તમારા સંબંધો ખૂબ સારા રહેશે.