રેસીપી/ આ રીતે બનાવશો તો ઝટપટ ઘરે જ તૈયાર થશે મસાલા ખાખરા..

મસાલા ખાખરા સૌના મન પસંદ છે. પરંતુ આજની ફાસ્ટ લાઇફમાં ખાખરા બનાવાનો સમય જ કોઇની પાસે નથી હોતો. જેના કારણે ના છુટકે બજારના ખાખાર ખાવા પડે છે. પરંતુ હવે ફટાફટ ઘરે જ સરલ રીતે બનાવી શકાય છે

Food Lifestyle
10 4 આ રીતે બનાવશો તો ઝટપટ ઘરે જ તૈયાર થશે મસાલા ખાખરા..

મસાલા ખાખરા સૌના મન પસંદ છે. પરંતુ આજની ફાસ્ટ લાઇફમાં ખાખરા બનાવાનો સમય જ કોઇની પાસે નથી હોતો. જેના કારણે ના છુટકે બજારના ખાખાર ખાવા પડે છે. પરંતુ હવે ફટાફટ ઘરે જ સરલ રીતે બનાવી શકાય છે મસાલા ખાખરા.

સામગ્રી:

ઘઉંનો લોટ – 1 કપ
મેંદો 1 \ 2 કપ
તેલ – 2 ચમચી
મીઠું – સ્વાદ મુજબ
ગરમ મસાલા પાવડર – 1 ચમચી
ગરમ દૂધ – 4 ચમચી

રીતઃ

મોટા બાઉલમાં ઘઉંનો લોટ કાઢો, તેમાં મેંદા લોટ, ગરમ મસાલા પાવડર, મીઠું, ગરમ દૂધ અને 2 ચમચી તેલ નાખો અને તેને સારી રીતે મિક્સ કરો. થોડું પાણી નાંખો અને રોટલી ના લોટથી થોડો કડક બનાવો. લોટ ને 10-15 મિનિટ ઢાંકી ને રાખો. લોટ તૈયાર છે, તેને ગરમ કરવા માટે જ્યોત ચાલુ કરો લોઢી ગરમ કરો, હવે લોટ માંથી પાતળા પાપડ જેવા પરાઠા બનાવો. પાતળા પરાઠા ને લોઢી પર નાખો. બંને બાજુ ઘી નાખીને શેકી નાખો, અને તેને પ્લેટમાં બહાર કાઢો તેવી જ રીતે, બધા લોટ ના પરાઠા બનાવી એક પછી એક આ રીતે બનાવ લાગો. મસાલા ખાખરા તૈયાર છે, તે ઠંડા થયા પછી તેને 4-5 દિવસ સુધીમાં ખાઈ લ્યો.