સાવધાન/ જો તમે દરરોજ મનપસંદ પીણું પીશો તો જતી રહેશે તમારી આંખોની રોશની!

નિષ્ણાતોના મતે, ગરમ કોફી પીવાથી આંખોની રોશની ગુમાવવાનું જોખમ વધી જાય છે. નિષ્ણાતો કહે છે કે જો તમે દરરોજ ચોક્કસ માત્રાથી વધુ કોફીનું સેવન કરો છો તો ગ્લુકોમા અથવા મોતિયાબિંડનું જોખમ વધે છે.

Health & Fitness Lifestyle
આંખોની રોશની

કેટલાક લોકોને કોફી ગમે છે તો કેટલાકને ચા ગમે છે. કેટલાકને ઠંડા પીણા ગમે છે તો કેટલાકને જ્યુસ ઘણા પ્રવાહી સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. તેમજ ઘણા પ્રવાહીને સારા માનવામાં આવતા નથી. સૌથી વધુ લોકો કોફી પીવાનુ પસંદ કરે છે જેથી લોકો સવાર સવારમાં એક કપ સ્ટ્રોંગ કોફી પીવાનુ પસંદ કરે છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોફીની વધુ માગ છે. એક કપ સ્ટ્રોંગ કોફી પીવાથી શરીર તાજગી અનુભવે છે. ઘણા લોકો દિવસની શરૂઆત એક કપ સ્ટ્રોંગ કોફીથી કરવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકો દિવસના કોઈપણ સમયે કોફી પીવે છે. ટેસ્ટી અને હેલ્ધી કોફી પીવાથી શરીરમાં એનર્જી આવે છે અને સારું લાગે છે.

કોફી એ વિશ્વના સૌથી પ્રખ્યાત પીણુ છે. સ્ટેટિસ્ટા રિસર્ચ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલા રિસર્ચ અનુસાર નાણાકીય વર્ષ 2022 દરમિયાન સમગ્ર ભારતમાં 1210 હજાર 60 કિલો કોફીનો વપરાશ થયો હતો. આ અગાઉના વર્ષ કરતાં વધુ હતું. 2021 માં વૈશ્વિક કોફીનો વપરાશ આશરે 165 મિલિયન 60 કિલો  હતો, જેમાં યુરોપિયન યુનિયન અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વધુ કોફીનો વપરાશ થાય છે. સંશોધન મુજબ, કોફીનું સેવન કેટલીક ગંભીર બીમારીઓમાં મદદ કરી શકે છે જેમ ડાયાબિટીસ, ફેટી લિવર ડિસીઝ અને કેટલાક કેન્સરમાં મદદ મળી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતી કોફી પીવાથી આંખોની રોશની પણ જઈ શકે છે.

વધી શકે છે બ્લડ પ્રેશર

વધુ પડતી કોફી પીવાથી ગ્લુકોમા થઈ શકે છે. આ આંખની સામાન્ય સ્થિતિ છે, પરંતુ જો તેની ઝડપથી અને યોગ્ય રીતે સારવાર ન કરવામાં આવે તો તે દ્રષ્ટિ ગુમાવી શકે છે. નિષ્ણાતો કહે છે કે કોફીમાં કેફીન ભરપૂર માત્રામાં હોય છે, તેથી દિવસમાં એક કે બેથી વધુ કોફીનું સેવન ન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ નિયમિતપણે ચોક્કસ માત્રાથી વધુ કોફીનું સેવન કરે છે, તો મોતિયાનું જોખમ વધી જાય છે.

કેફીનયુક્ત પીણા બ્લડ પ્રેશર વધારે છે, જે આંખોમાં દબાણ પણ વધારે છે. બીજી તરફ જો કોઈની આંખોમાં સતત દબાણ રહેતું હોય તો મોતિયો થઈ શકે છે. મોતિયો વિશ્વમાં અંધત્વના મુખ્ય કારણ તરીકે ઓળખાય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સંશોધન મુજબ, ત્રણ કે તેથી વધુ કપ કોફી પીવાથી ‘એક્સફોલિએશન ગ્લુકોમા’નું જોખમ વધી જાય છે. પરંતુ એ જરૂરી નથી કે વઘારે પડતુ કોફીનુ સેવન કરવાથી મોતિયો થશે.

સંશોધનમાં લોકોમાં ગ્લુકોમાનો પારિવારિક ઇતિહાસ હતો, જે ભવિષ્યમાં મોતિયો થવાનું જોખમ વધારે છે. જો કોઈ વ્યક્તિ ક્યારેક એટલે કે અઠવાડિયામાં એક દિવસ વધુ કોફી પીતી હોય તો તેને આ સંશોધનમાં સામેલ કરવામાં આવી નથી. દરરોજ ત્રણ કે તેથી વધુ કપ કોફી પીનારાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

કેટલી કોફી પીવી જોઈએ?

હેલ્થલાઈન અનુસાર, કોફીમાં કેફીનનું અલગ અલગ હોઈ શકે છે. એટલે કે, ક્યારેક એક કપ કોફીમાં 50mg કેફીન અને ક્યારેક 400mg કેફીન હોઈ શકે છે. સરેરાશ એક કપ કોફીમાં 100 મિલિગ્રામ કેફીન હોય છે.

ઘણા નિષ્ણાતો સંમત થાય છે કે દરરોજ લગભગ 400 મિલિગ્રામ કેફીન લગભગ ચાર કપ બરાબર છે. થોડી માત્રામાં કેફીન પીવું એ તમારી આંખો માટે જ સારું નથી પરંતુ તે ઘણી બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે. કાચી કોફી બીન્સમાં ક્લોરોજેનિક એસિડ (CGA) હોય છે જે ખૂબ જ સારો એન્ટીઑકિસડન્ટ છે જે બ્લડ પ્રેશર ઘટાડવામાં અને રક્ત પરિભ્રમણને ઘટાડવામાં મદદ કરે છે.

ગ્લુકોમા સામાન્ય રીતે એવી સ્થિતિ છે જે વૃદ્ધો અને પુખ્ત વયના લોકોને અસર કરી શકે છે. તે વર્ષોથી ખૂબ જ ધીરે ધીરે વિકાસ પામે છે. પહેલા તમારો પ્રકાશ ઝાંખો થઈ જાય છે અને પછી બીજા લક્ષણો દેખાય છે. આ કારણોસર, ઘણા લોકો લાંબા સમય સુધી જાણતા નથી કે તેમને ગ્લુકોમા છે. જો કોઈ વ્યક્તિ નિયમિત આંખની તપાસ કરાવે છે, તો તેને આ વિશે ખબર પડે છે.

આ પણ વાંચો:દુલ્હન બનતા પહેલા જાણી લો આ ખાસ વાતો, લગ્ન જીવનમાં આવશે કામ

આ પણ વાંચો:જાણો ચોમાસામાં કાનના થતાં ઈન્ફેક્શનના કારણો, લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

આ પણ વાંચો:શું તમે પણ ઈચ્છો છો ચહેરા પર દૂઘ જેવો ગ્લો?તો અજમાવો આ દેશી ટીપ્સ