Not Set/ ઓછી ઉંઘ આવે છે ? આ ઉપાય અજમાવો પછી જુવો કેવી આરામની નીંદર આવે છે

અમદાવાદ  સારા સ્વાસ્થ્ય માટે પુરતા પ્રમાણમાં ઊંઘ ખૂબ જ આવશ્યક છે. સારી અને પુરતા પ્રમાણમાં  ઊંઘ તમારો દિવસ સ્ફૂર્તિલો  બનાવે છે. જ્યારે અધુરી ઊંઘ તમારામાં ચિડિયાપણુ, સુસ્તી  અને નિરાશ ચહેરા લાવી શકે છે. પરંતુ ઝડપી લાઇફ સ્ટાઇલમાં સારી ઊંઘ અને સારૂ સ્વાસ્થ્ય બનાવી રાખવું એક જંગ સમાન છે. આપણે કેટલાક એવા નુસ્ખાઓ વિશે વાત કરીશું […]

Health & Fitness Lifestyle
arju ઓછી ઉંઘ આવે છે ? આ ઉપાય અજમાવો પછી જુવો કેવી આરામની નીંદર આવે છે

અમદાવાદ 

સારા સ્વાસ્થ્ય માટે પુરતા પ્રમાણમાં ઊંઘ ખૂબ જ આવશ્યક છે. સારી અને પુરતા પ્રમાણમાં  ઊંઘ તમારો દિવસ સ્ફૂર્તિલો  બનાવે છે. જ્યારે અધુરી ઊંઘ તમારામાં ચિડિયાપણુ, સુસ્તી  અને નિરાશ ચહેરા લાવી શકે છે. પરંતુ ઝડપી લાઇફ સ્ટાઇલમાં સારી ઊંઘ અને સારૂ સ્વાસ્થ્ય બનાવી રાખવું એક જંગ સમાન છે. આપણે કેટલાક એવા નુસ્ખાઓ વિશે વાત કરીશું જે તમને પુરતી અને સારી ઊંઘ લેવામાં મદદરૂપ બનશે.

રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવું જાઇએ. કેલ્શિયમના સૌથી સારુ દૂધ છે. દૂધમાં રહેલ ટ્રિપ્ટોફન અને સેરોટોનિન સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. દૂધની સાથે સાથે બદામ, કેળા અને મેલાટોનિનથી ભરપુર એવી ચેરીનું પણ સેવન ફાયદાકરક બનશે. આનાથી તમારી માંશપેશીઓનું ખેંચાણ ઘટશે.

ત્યારબાદ એક શાનદાર ટિપ્સ છેઃ મસાજ, ઊંઘતા પહેલા 10-15 મિનિટ અગાઉ માથામાં, હથેળિયોમાં, પગના તળિયા જેવી જગ્યાઓએ હળવો મસાજ કરવો જાઇએ. મસાજથી દિવસભરનો તણાવ દૂર થાય છે. જાતે મસાજ કરવા કરતા અન્ય કોઇ વ્યક્તિ પાસે જો મસાજ કરાવવામાં આવે તો તેનો આનંદ વધી જાય છે.

ઊંઘતા પહેલા ચા, કોફી કે અન્ય કોઇ કેફિન યુક્ત પદાર્થનું સેવન ટાળવું જોઇએ, આ ઉપરાંત સોફ્ટ ડ્રિન્કનું પણ સેવન ટાળવું જોઇએ. આ ચીજાનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધ તકલીફો થઇ શકે  છે.

ઓછી ઊંઘ કે વધારે ઊંઘ બંન્ને સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. વધારે પડતા ઊંધવાથી તમારૂ જીવન ચક્ર અસંતુલિત બનશે. જેના કારણે ઉંમર પ્રમાણે ઊંઘ લેવી જાઇએ. બાળકોને 9-10 કલાક અને મોટી ઉંમરના લોકોને 7-8 કલાક ઊંઘ પુરતી છે.

સ્માર્ટફોનની દુનિયામાં  ચેટિંગ કરવું, વીડિયો જાવા આપણી આદતો બની ગઇ છે. ઊંઘવા જતા પહેલા 20 મિનિટ અગાઉથી ટીવી, કોમ્પ્યુટર, મોબાઇલ જેવી વસ્તુઓથી દુર રહેવું જોઇએ.