આજે વિશ્વ હાયપરટેન્શન દિવસને ધ્યાનમાં રાખીને માત્ર વડીલોને જ નહીં પણ બાળકોને પણ હવે જાગૃત કરવા માટે આ યોગ્ય સમય છે.આમ જોવા જઈએ તો હાઈ બ્લડ પ્રેશર એ સામાન્ય રીતે પુખ્ત વયના લોકોમાં જોવા મળતું હોય છે. પરંતુ હવે માતાપિતા માટે આ જાણવું જરૂરી બન્યું છે કે હવે આની અસર બાળકોને પણ થઈ શકે છે. બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર સંબંધિત જોખમો, કારણો અને નિવારણના ઉપાયોને સમજવું તથા તેમના એકંદર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખવું પણ ખૂબ જ જરૂરી છે. વિશ્વ હાયપરટેન્શન દિવસ 2023 પર, આજે આપણે તેના લક્ષણો, જોખમો અને બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર થાય તે વખતે કેવી રીતે કાળજી લેવી તે વિષે જાણીએ.
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર
હવે બાળકો પણ હાઈ બ્લડ પ્રેશરની બીમારીથી પ્રભાવિત થઈ રહ્યા છે. એવામાં અમેરિકન એકેડેમી ઑફ પેડિયાટ્રિક્સનો અંદાજ છે કે વિશ્વભરના આશરે 3.5% બાળકો અને કિશોરોને હાઈ બ્લડ પ્રેશર છે. આ એક ચિંતાજનક પરિસ્થિતિ છે કારણ કે આ બાદ બાળકોમાં હૃદયની સમસ્યાઓ, કિડનીની સમસ્યાઓ અને અન્ય ઘણા ગંભીર રોગો પણ થવાની સંભાવના વધી જતી હોય છે.
હાઈ બ્લડ પ્રેશરનું જોખમ
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જેમનો એક છે જાડાપણું, ખોરાકની નબળી ટેવો, બેઠાડુ જીવન, અમુક તબીબી પરિસ્થિતિઓ (જેમ કે કિડની રોગ) અને અમુક પ્રકારની દવાઓનું સેવન વગેરે જેવી બાબતનો સમાવેશ થાય છે. જો આ જોખમી પરિબળોની જાણ માતા-પિતાને હોય તો તે તેમના બાળકના સ્વાસ્થ્ય વિશે વધુ જાગ્રત બની શકશે.
લક્ષણો અને સારવાર
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશરનાં લક્ષણો સાઈલેન્ટ હોય છે, જેના કારણે જ્યાં સુધી તપાસ કરવામાં ન આવે ત્યાં સુધી તેને ઓળખવું મુશ્કેલ બની જાય છે. કેટલાક કિસ્સાઓમાં, ગંભીર હાઈ બ્લડ પ્રેશર ધરાવતા બાળકોમાં માથાનો દુખાવો, ચક્કર, થાક અથવા અસ્પષ્ટ દ્રષ્ટિ જેવા લક્ષણો દેખાઈ શકે છે. જો માતાપિતાને આમના કોઈ પણ ચિહ્નો અથવા લક્ષણો દેખાય, તો તેઓએ તાત્કાલિક આરોગ્ય સંભાળ માટે ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.
નિવારણ અને સ્વસ્થ જીવનશૈલી
માતાપિતા તેમના બાળકોમાં હાઈ બ્લડ પ્રેશરને રોકવા અને તેનું સંચાલન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી બાળકોને પ્રોસેસ્ડ ફૂડ, સુગરલેસ ડ્રીંકસ અને હાઈ સોડિયમ સ્નેક્સથી દૂર રાખો. તેમના આહારમાં ફળો, શાકભાજી, આખા અનાજ અને પ્રોટીનથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. શારીરિક પ્રવૃત્તિ કરાવો. આ વસ્તુઓથી બ્લડપ્રેશરને ઘણી હદ સુધી કંટ્રોલમાં રાખી શકાય છે.
નિયમિત દેખરેખ અને તબીબી સંભાળ
જે બાળકો હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ધરાવતા હોય, જેમ કે કુટુંબનો ઈતિહાસ ધરાવતા હોય અથવા અમુક તબીબી પરિસ્થિતિઓ હોય, તેઓએ નિયમિતપણે બ્લડ પ્રેશરની તપાસ કરાવવી જોઈએ. ડૉક્ટર સાથે સંપર્કમાં રહો જેથી તે કોઈપણ આવી સમસ્યાનો સામનો કરવામાં તેમને મદદ મળી શકે.
આ પણ વાંચો:શા માટે કેળામાં કોઈ જંતુઓ નથી? જાણો રસપ્રદ કારણો
આ પણ વાંચો:નાસ્તામાં આ એક વસ્તુ ખાવાથી સ્વાસ્થ્યને મળે છે 9 ફાયદા, તમે પણ જાણી લો….
આ પણ વાંચો:ઉનાળામાં બાળકો માટે સ્વાદિષ્ટ-પૌષ્ટિક નાસ્તા, આજે જ ઘરે બનાવો
આ પણ વાંચો:ટેસ્ટથી ભરપૂર અને લોહીની ઊણપ દૂર કરે તેવી હેલ્ધી વેજિટેબલ પૂરી
આ પણ વાંચો:મગની દાળ અને પનીરના પરોઠા, બનાવવાની રીત
