Not Set/ પશ્વિમ બંગાળમાં 10 અને 12ની પરીક્ષા રદ કરવામાં આવી

પરીક્ષા રદ કરવામાં આવી

India
didi પશ્વિમ બંગાળમાં 10 અને 12ની પરીક્ષા રદ કરવામાં આવી

પશ્ચિમ બંગાળ સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગની આ વર્ષની બોર્ડ પરીક્ષાઓ રદ કરી દીધી છે.  આજે શૈક્ષણિક સત્ર 2020-21 માટે પશ્ચિમ બંગાળ બોર્ડની 10 અને વર્ગ 12 બોર્ડની પરીક્ષા રદ કરવાની જાહેરાત મુખ્યમંત્રી મમતા બેનર્જીએ  કરી હતી. આ સાથે મુખ્યમંત્રીએ કહ્યું કે મૂલ્યાંકન માપદંડ એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગના પરિણામો તૈયાર કરવા માટે મૂલ્યાંકન માપદંડ ટૂંક સમયમાં જ જારી કરવામાં આવશે.

પશ્વિમ બંગાળ સરકારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની પરીક્ષા રદ કરી દીધી હતી.મહામારી વચ્ચે પરીક્ષાનું આયોજન ઓનાઇન ઓફલાઇન તથા રદ કરી શકાય તે માટે એક વિશેષ સમિતિની રચના કરી હતી. આ ઉપરાંત સરકારે વિધાર્થી,વાલીઓ,અને નિષ્ણાતો પાસે પરીક્ષા અંગે સલાહ માંગી હતી. તમામે પોતાની સલાહ આજે બપોરે 2 કલાક સુધી ઇમેલ દ્વારા આપવાની હતી. એવું માનવામાં આવે છે કે જાહેર અભિપ્રાયની સમીક્ષા અને પરીક્ષાઓ માટે રચિત નિષ્ણાત સમિતિના સૂચનના આધારે, પશ્ચિમ બંગાળ સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી છે.

પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગની બોર્ડ પરીક્ષાઓ રદ કરવાના નિર્ણયને લીધે રાજ્ય બોર્ડ સાથે જોડાયેલી સરકારી અને ખાનગી શાળાઓના 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે. તેમાંથી 12 લાખથી વધુ વિદ્યાર્થીઓ માધ્યમિક વર્ગના છે જ્યારે 8.5 લાખ ઉચ્ચત્તર માધ્યમિક વર્ગના છે.