Not Set/ પશ્ચિમ બંગાળમાં રેલવેના 90 ડ્રાઇવર કોરોના સંક્રમિત, રેલવે સેવા પ્રભાવિત,56 ટ્રેનો રદ

રેલ્વે કર્મચારીઓ પણ કોરોનાની બીજી તરંગની પકડમાં આવી રહ્યા છે. આ કારણે ટ્રેનની કામગીરી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. પૂર્વી રેલ્વેએ મંગળવારે જણાવ્યું હતું કે કોરોના વાયરસથી 90 ડ્રાઇવરો અને ગાર્ડ્સને ચેપ લાગ્યાં બાદ તેણે

Top Stories India
india train પશ્ચિમ બંગાળમાં રેલવેના 90 ડ્રાઇવર કોરોના સંક્રમિત, રેલવે સેવા પ્રભાવિત,56 ટ્રેનો રદ

રેલ્વે કર્મચારીઓ પણ કોરોનાની બીજી તરંગની પકડમાં આવી રહ્યા છે. આ કારણે ટ્રેનની કામગીરી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. પૂર્વી રેલ્વેએ મંગળવારે જણાવ્યું હતું કે કોરોના વાયરસથી 90 ડ્રાઇવરો અને ગાર્ડ્સને ચેપ લાગ્યાં બાદ તેણે સીલદાહ વિભાગની 56 સ્થાનિક ટ્રેનોને રદ કરી છે.

With 827 new COVID-19 cases, West Bengal records highest single-day spike in 3 months | Kolkata News

 

પૂર્વ રેલ્વેના પ્રવક્તા એકલવ્ય ચક્રવર્તીએ કહ્યું કે, પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. કોરોનાને કારણે 90 ડ્રાઈવરો અને ગાર્ડ ફરજ પર જવા માટે અસમર્થ છે. માલગાડીઓ અને એક્સપ્રેસ ટ્રેનોની સેવાઓને અસર ન પડે તે માટે અમારે 56 સ્થાનિક ટ્રેનોને રદ કરવી પડી છે. હાવડા ડિવિઝનની ટ્રેનો રદ કરવા અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

No More Dirty Tracks. Vacuum Toilets in an Indian Train for the First Time - The Better India

તેમણે કહ્યું, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી, ‘નોન પીક અવર’ ની ટ્રેનો (એક સમયે ઓછા ભીડ હોય ત્યારે) રદ કરવામાં આવી છે જેથી મુસાફરોને ઓછામાં ઓછી તકલીફ પડે. પશ્ચિમ બંગાળમાં, કોરોનાને કારણે સાત મહિનાથી વધુ સમય માટે બંધ રાખ્યા પછી, 11 નવેમ્બર, 2020 માં, સ્થાનિક ટ્રેન સેવા પુન:કાર્યરત કરવામાં આવી હતી.

Untitled 227 પશ્ચિમ બંગાળમાં રેલવેના 90 ડ્રાઇવર કોરોના સંક્રમિત, રેલવે સેવા પ્રભાવિત,56 ટ્રેનો રદ