Technology/ Whatsappમાં તમે હવે આ ટ્રિકથી તમારું ઓનલાઈન સ્ટેટ્સ પણ hide કરી શકશો

અત્યારે લોકો માં સોશિયલ મીડિયા નું પ્રમાણ લોકોમાં વધતું જોવા મળી રહ્યું છે .લોકો આજ કાળ સતત સોશિયલ મેડિયા પર એક્ટીવ રહેતા જોવા મળી રહ્યા છે

Tech & Auto
Untitled 167 Whatsappમાં તમે હવે આ ટ્રિકથી તમારું ઓનલાઈન સ્ટેટ્સ પણ hide કરી શકશો

  અત્યારે લોકો માં સોશિયલ મીડિયા નું પ્રમાણ લોકોમાં વધતું જોવા મળી રહ્યું છે .લોકો આજ કાળ સતત સોશિયલ મેડિયા પર એક્ટીવ રહેતા જોવા મળી રહ્યા છે . તેમાં પણ  વોટ્સએપ ના વપરાશથી  લોકોનું જીવન સરળ થઈ ગયું છે. કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે, લોકો ફક્ત વોટ્સએપ દ્વારા પરિવાર અને મિત્રો સાથે  સતત જોડાયેલા રહેતા હોય  છે. વોટ્સએપ પર લાસ્ટ સિન હાઈડ કર્યા પછી પણ તમે ઓનલાઈન સ્ટેટ્સ હાઈડ કરી શકતાં નથી. જે ક્યારેક માથાનો દુ:ખાવો બની જતું હોય છે. તેથી હવે તમારું ઓનલાઈન સ્ટેટ્સ પણ તમે અહીં આપેલી ટ્રીક દ્વારા હાઈડ કરી શકશો.

તમે વોટ્સએપ પર ઓનલાઇન દેખાયા વગર ચેટ કરી શકો છો. આ માટે તમારે થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડશે. તમારે પ્લે સ્ટોરમાંથી WA Bubble For Chat એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. તે પછી તમારે નીચે આપેલા કેટલાક સ્ટેપ્સને ફોલો કરવાના રહેશે.

જેમાં….

1. તમારે પ્લે સ્ટોરમાંથી સૌથી પહેલા WA Bubble For Chat એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે.

2. એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા પછી એક્સેસિબિલીટીની પરવાનગી પૂછવામાં આવશે, જેની તમારે મંજૂરી આપવી પડશે.

3. વોટ્સએપ પર આવતા મેસેજ તમને બબલ્સમાં જોવા મળશે.

4. જો તમે અહીં ચેટ કરતા હશો, તો તમે ઓનલાઇન નહીં દેખાવ. ઓફલાઇન થયા પછી પણ તમે ચેટ કરી શકશો.

5. આ એપ દ્વારા તમે વોટ્સએપ ખોલ્યા વગર ચેટ કરી શકશો